દિવાળી વેકેશનમાં કેટલા લોકોએ રાણકી વાવની મુલાકાત લીધી? જાણો શું છે તેનો ઇતિહાસ

PC: themysteriousindia.net

દિવાળીના વેકેશનમાં પાટણની રાણકી વાવમાં પર્યટકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસમાં 12 હજાર કરતા વધારે પર્યટકો રાણકી વાવ નિહાળી ચૂક્યા છે. પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે. લોક પ્રસિદ્ધ ગણાતી રાણકી વાવને નિહાળવા માટે ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી લોકો આવી રહ્યા છે. રાણકી વાવમાં કરવામાં આવેલું શિલ્પ સ્થાપત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 22 ફેબ્રુઆરી, 2014ના રોજ રણકીવાવને વર્લ્ડ હેરિટેજ પ્લેસમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ વાવના ઇતિહાસની વાત કરવામાં આવે તો રાણકી વાવનું નિર્માણ સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે કરાવ્યું હતું. આ વાવ 68 મીટર લંબાઈ અને 7 માળ સહિત 27 મીટર ઊંડાઈ ધરાવે છે. આ રાણકી વાવમાં શિલ્પ કલાનો એક અદ્ભૂત નજરો જોવા મળે છે. રાણકી વાવના પથ્થરો પર દેવી-દેવતાઓ, અપ્સરાઓ અને નાગકન્યાઓની મૂર્તિ કંડારવામાં આવી છે.

સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂરના કારણે આ રાણકી વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. 1968માં પુરાતત્ત્વ વિભાગને આ વાવની જાણકારી મળતા પુરાતત્ત્વ વિભાગ દ્વારા વાવને મૂળ રૂપમાં લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. પુરાતત્ત્વ ખાતાની વર્ષોની મહેનતના કારણે આ રણકીવાવને મૂળ સ્વરૂપ મળ્યું. રાણકી વાવ પ્રાચીન અને શિલ્પકલાનો ખજાનો હોવાના કારણે તેને 2014મા વર્લ્ડ હેરિટેજ પ્લેસમાં સ્થાન આપવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp