MBA પછી 1.86 કરોડનું સેલેરી પેકેજ જોઇએ છે?

PC: ibgnews.com

ભારત દેશમાં તો આ શક્ય નથી પરંતુ અમેરિકામાં શક્ય છે, કારણ કે એમબીએ ઇન્સ્ટીટ્યુટમાં અમેરિકા સમગ્ર વિશ્વમાં આગળ છે. મોર્ડન સ્ટુડન્ટ્સની આ પહેલી પસંદ છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાના પેકેજ મળે છે.

અહીં આ એક એવી યુનિવર્સિટી છે કે જ્યાં વિદ્યાર્થીને પ્લેસમેન્ટમાં 1.86 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળે છે. એટલે કે આ વિદ્યાર્થી જ્યારે તેની જોબ જોઇન્ટ કરે છે ત્યારે તેને મહિને 15,50,000 રૂપિયાનો સેલેરી મળે છે.

અત્યારના સમયમાં મોટાભાગના સ્ટુડન્ડ્સ મેનેજમેન્ટમાં તેમની કેરિયર બનાવવા માગે છે, કારણ કે આ ફિલ્ડમાં ગ્રોથની સાથે શાનદાર સેલેરી પેકેજ પણ મળે છે. આ ફિલ્ડમાં કેરિયર બનાવવા માટે મેનેજમેન્ટની ડીગ્રી જરૂરી છે. એટલું જ નહીં આ ડીગ્રી માટે સારી એમબીએ સ્કૂલની પણ જરૂર પડે છે.

ભારતમાં સ્ટુડન્ટ્સ સૌથી પહેલાં આઇઆઇએમ પસંદ કરે છે કેમ કે તેમાં પાસ થનારા પ્રત્યેક સ્ટુડન્ટ્સને લાખો રૂપિયાની નોકરી મળે છે. જો કે આ કોઇ નવાઇની બાબત નથી. એક સર્વે પ્રમાણે એવો ખુલાસો થયો છે કે દુનિયાનું સૌથી મોટું સેલેરી પેકેજ આપનારી ટોપ 20 એમબીએ યુનિવર્સિટીમાંથી 11 યુનિવર્સિટી અમેરિકાની છે.

સર્વેમાં અમેરિકા સ્થિત એમઆઇટીને 20 યુનિવર્સિટીમાં સૌથી ઉપરનું સ્થાન મળ્યું છે. સર્વે પ્રમાણે અહીંથી એમબીએ કરનારા સ્ટુડન્ટને વર્ષે 286000 અમેરિકન ડોલર એટલે કે 18611450 રૂપિયાનું પેકેજ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp