સરકારી નોકરીમાં વય મર્યાદામાં 1 વર્ષની છૂટ, જાણો તમામ માહિતી

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શક્યુ નથી ત્યારે રાજ્યના યુવાનોને સરકારી નોકરીઓમાં વધુ તક મળી શકે. તે હેતુથી સરકારી નોકરીઓની ભરતી માટેની વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપીને વધુને વધુ યુવાનોને સરકારી નોકરીમાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્યમંત્રીમંડળે કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમંત્રીમંડળના નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, વય મર્યાદાની આ છુટ છાટ તા. 1 સપ્ટેમ્બર 2021થી 31 ઓગસ્ટ 2022 સુધી લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્ધારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષની લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારોમાં હાલની 35 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિનઅનામત પુરુષ ઉમેદવારો માટે હાલની 33 વર્ષની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરીને હવે 34 વર્ષ કરવામાં આવેલ છે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગો)ની કેટેગરીના પુરુષ ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટેની હાલની વય મર્યાદા 40 વર્ષની છે તેમાં એક વર્ષનો વધારો કરીને 41 વર્ષ કરવામાં આવી છે. જયારે આ કેટેગરીમા સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વર્ષની વયમર્યાદા છે તે વધારીને એક વર્ષ વધારીને 39 વર્ષની કરવામાં આવી છે.

મહિલા તરીકે અનામત કેટેગરીની મહિલાઓને પાંચ વર્ષની છૂટછાટ મળે છે. તે પછી તેમની વય મર્યાદા 45 વર્ષની થાય છે. ભરતી નિયમો અંતર્ગત આ છૂટછાટ આપ્યા બાદ આ વય મર્યાદા 45 વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ હોવાથી મહિલા અનામત કેટેગરીમાં વધારાનો એક વર્ષનો લાભ સિમીત થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક થી નીચેની લાયકાત વાળી જગ્યાઓ માટે હાલની 38 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 39 વર્ષ કરવામાં આવી છે તેમ પણ વાઘાણીએ જણાવ્યું હતું. એટલુ જ નહીં સ્નાતક કક્ષાની જગ્યાઓ માટે બીન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વયમર્યાદામાં વધારો કરી 41 વર્ષ કરવામાં આવી છે.

એ.સી./એસ.સી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગે)ની કેટેગરીના મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક થી નીચેની લાયકાત વાળી જગ્યાઓમાં હાલની 43 વર્ષની વયમર્યાદા વધારીને 44 વર્ષની કરવામાં આવી છે. આવી કેટેગરીમાં સ્નાતક કે સમકક્ષ લાયકાતના કિસ્સામાં વયમર્યાદા 45 વર્ષ યથાવત રાખવામાં આવી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.

રાજ્ય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં એસ.સી/એસ.ટી/એસ.ઈ.બી.સી./ (આર્થિક રીતે નબળા વર્ગો) તેમજ મહિલા કેટેગરીમાં મહત્તમ નકકી કરેલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ કોઈપણ સંજોગોમાં 45 વર્ષથી વધે નહીં તે રીતે નકકી રવામાં આવેલી છે તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp