10 વર્ષની કૃષ્ણા એકપણ દિવસ ગઈ નથી સ્કૂલ, પાસ કરી લીધી 10માની પરીક્ષા

PC: dainikbhaskar.com

ઉંમર 10 વર્ષ અને આટલી નાની ઉંમરમાં 10માં ધોરણની પરીક્ષા પાસ કરી લીધી છે. હવે, 12 વર્ષની ઉંમરમાં 12મું ધોરણ પાસ કરીને ભારતીય પ્રશાસનિક સેવામાં સેવા આપવાની જીદ છે. આ કારનામો કરી બતાવ્યો છે, જિલ્લા મુખ્યાલયથી 42 કિમી દૂર લોનારની કૃષ્ણા ગુપ્તાએ. મધ્ય પ્રદેશ રાજ્ય ઓપનથી કૃષ્ણાએ 10 ધોરણની પરીક્ષામાં 500માંથી 240 અંક મેળવીને સેકન્ડ ડિવિઝનમાં પરીક્ષા પાસ કરી લીધી છે.

કૃષ્ણાએ આ તમામ પરીક્ષા સ્કૂલમાં જયા વિના જ પાસ કરી લીધી છે. હવે આ સત્રમાં તે 11માં ધોરણમાં પ્રવેશ લેશે અથવા એક વર્ષ બાદ તે 12માં ધોરણની પ્રાઈવેટ પરીક્ષા આપશે. અખિલેશ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, દરરોજ 5 કલાક સુધી અભ્યાસ કરનારી કૃષ્ણાનું સપનું ભારતીય પ્રશાસનિક સેવામાં જવાનુ છે. કૃષણાની ટીચર મમ્મી શીતલ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, તેને રોજ સવારે અને સાંજે ભણાવુ છું. તેના માતા-પિતાએ જણાવ્યુ હતુ કે, હવે આ વર્ષે જુલાઈમાં તેને 11માં ધોરણમાં પ્રવેશ મળશે તો તે પોતાનો આગળનો અભ્યાસ કરી શકશે. તે માટે તેમણે મુખ્યમંત્રી કમલનાથ પાસે રજૂઆત કરી છે.

4 વર્ષ પહેલા કૃષ્ણાનો IQ લેવલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાં તેનો IQ આઈન્સ્ટાઈન જેટલો એટલે કે 150 નીકળ્યો હતો. 19 ઓક્ટોબર, 2008ના રોજ કૃષ્ણાનો જન્મ થયો હતો. નાનપણથી જ જિજ્ઞાસા તેમજ અદ્ભુત યાદશક્તિને કારણે માતા-પિતાએ તેને ઘરે જ ભણાવવાનું શરૂ કરી દીધુ. તેને સ્કૂલમાં મુકવામાં ન આવી. સૌથી પહેલા માત્ર 6 વર્ષની ઉંમરમાં એટલે કે 2014ના લક્ષમાં વિશેષ અનુમતિ લઈને તેણે 5માં ધોરણની પરીક્ષા આપી હતી. ત્યારબાદ 2006માં તેણે 8માં ધોરણી પરીક્ષા અને 2018માં તેણે 10માં ધોરણી પરીક્ષા પાસ કરી છે. કૃષ્ણાને એકવારમાંજ વાંચેલુ બધુ યાદ રહી જાય છે. તે કમ્પ્યુટર ચલાવે છે. તેને હિંદી તેમજ અંગ્રેજી ટાઈપિંગ પણ આવડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp