જૂડવા ભાઇ બહેને 10મા ધોરણમાં કર્યુ ટોપ, તમામ વિષયોમાં સરખા માર્ક્સ

PC: intoday.in

કહેવામાં આવે છે કે જૂડવા બાળકોનું આંતરિક જોડાણ હોય છે. સરળ ભાષામાં કહીએ તો જૂડવા બાળકોમાં અદ્વેત સંબંધ હોય છે જે ગમે ત્યારે લોકોને જોવા મળી જાય છે. જોડીયાઓનું આ અદ્વેત સંબંધનું ઉદાહરણ હરિયાણાના સાઈબર સિટીના જૂડવા ભાઈ બહેન આપે છે. આંતરિક જોડાણ સાથે આ ભાઈ બહેને જે કમાલ કરી છે તેની પ્રશંસા કરવાની સાથે દરેક સ્તબ્ધ છે. નોંધનીય છે કે, CISCEના ધોરણ 10ની પરીક્ષામાં એક જેવા માર્ક્સ લાવ્યા છે. બંને મેઘવીઓએ 99.2 ટકા માર્ક્સ મેળવ્યા છે.

જૂડવા બાળકોમાં ચહેરાઓ સાથે સાથે એક જેવી આદતો, એક જેવી સમાનતાના કિસ્સા તમે સાંભળ્યા જ હશે પરંતુ શું તમે સાંભળ્યું છે કે જૂડવા બાળકોમાં મગજ પણ એક સરખા ચાલે છે. નહીં સાંભળ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવા જ બાળકો વિશે કહેવા જઈ રહ્યા છીએ. ગુરુગ્રામમાં એક ખાનગી શાળામાં ભણનારા ભાઈ-બહેનની જૂડવા જોડીએ કમાલ કરી બતાવી છે. નોંધનીય છે કે સાઇબર સિટી નિર્વાણ કન્ટ્રીમાં રહેતા આનંદિતા અને આદિત્યએ CISCE બોર્ડથી 10માં ધોરણની પરીક્ષા આપી અને આ પરીક્ષામાં બંને ભાઈ-બહેને ટોપ કર્યું છે. સૌથી હેરાનીની વાત તો એ છે કે એ બંનેએ એક જેવા માર્ક્સ લાવીને સૌને હેરાનીમાં નાંખી દીધા છે.

દસમા ધોરણની પરીક્ષામાં મોટી બહેન આનંદિતાએ પરીક્ષામાં 99.2 ટકા માર્ક્સ મેળવ્યા છે તો ભાઈ આદિત્યએ પણ 99.2 ટકા જ માર્ક્સ મેળવ્યા છે. તો આ મામલે જૂડવા બાળકોના પરિવારજનોનું કહેવું માનીએ તો આનંદિતા અને આદિત્યના જન્મ વચ્ચે માત્ર 2 મિનિટનો ફરક છે. આનંદિતા મોટી બહેનની રીતે આદિત્યનું બાળપણથી જ ધ્યાન રાખે છે. એટલું જ નહીં એક જેવા માર્ક્સ લાવીને સૌને હેરાનીમાં નાંખી ચૂક્યા છે.

તમને જાણીને હેરાની થશે કે જૂડવા ભાઈ બહેનના બધા વિષયોમાં એક જેવા જ માર્ક્સ લાવવા એ ઈશ્વરીય આશીર્વાદ જેવું પ્રતીત થાય છે કેમ કે એમ કઈ રીતે થઈ શકે છે કે જૂડવા બાળકોમાં આટલી સમાનતા હોય. તેમાં કોઈ શંકા નથી કે જૂડવા ભાઈ બહેને પરીક્ષામાં ટોપ કર્યું છે પરંતુ બંનેના વિચારો એકદમ અલગ જેવા દેખાય છે. આનંદિતાએ રિસર્ચર બનવાના સપના જોયા છે તો બીજી તરફ આદિત્ય કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp