દેશની સૌ પ્રથમ 'ગૂગલ સ્કૂલ' ગુજરાતમાં શરુ

PC: Khabarchhe.com

ગુજરાતના અમદાવાદમાં પહેલ કરવામાં આવી છે જે સમગ્ર દેશમાં પ્રથમ છે. દેશનો પહેલું ગૂગલ ફ્યુચર ક્લાસ શરૂ થયો છે. કેન્દ્ર સરકાર એક તરફ પાઠ્યપુસ્તકોને ડિજિટલાઈઝ કરવા માગે છે ત્યારે ગૂગલ ક્લાસે મેદાન માર્યું છે. અમદાવાદમાં પ્રાયોગિક ધોરણે ક્લાસ શરૂ થયો છે જેનો અમલ ધીમે ધીમે ગુજરાતમાં કરવામાં આવશે.

ગૂગલ ફ્યુચર ક્લાસમાં બ્લેકબોર્ડની જગ્યાએ ગૂગલ ક્લાસ શરૂ થયો છે. એક ડોમેન પર તમામના ઇમેઇલ એકાઉન્ટ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ગૂગલની એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રોજેક્ટ કરે છે. પરીક્ષા પણ ઓનલાઇન હોય છે. હોમવર્ક પણ ગૂગલ પર કરે છે. પ્રથમ ડિજિટલાગઈઝ સ્કૂલ શરૂ થઈ છે જેમાં બ્લેકબોર્ડ કે પાટી-પેન નથી.

ગૂગલ કહે છે કે ભવિષ્યમાં જે ટેકનોલોજી આવશે તે ભાવિને આકાર આપશે. શિક્ષણની દિશા બદલાઈ છે. ઓનાલઈન એજ્યુકેશની શરૂઆત થઈ છે. અમેરિકામાં ઓનલાઈન એજ્યુકેશન વર્ષોથી થાય છે જ્યારે ભારતે તેનો આવિષ્કાર હમણાં કર્યો છે. બ્લેકબોર્ડની જગ્યાએ ગૂગલ બોર્ડ પર વિદ્યાર્થીઓ ભણી શકે છે. સ્માર્ટસિટીનું આ પહેલું કદમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp