રાજ્યની 20 ITIને અપગ્રેડ કરાશે

PC: itiambarnath.gov.in

જાપાની હોન્ડા કંપની દ્વારા રૂા. 1.64 કરોડના ખર્ચે ગુજરાતની 20 ITIને ટેક્નોલોજીકલી અપગ્રેડ કરવામાં આવશે. રાજ્યના રોજગાર અને તાલીમ વિભાગ સાથે કરવામાં આવેલા એમ.ઓ.યુ. થી રાજ્યમાં તાલીમબદ્ધ યુવાનોની માગને પહોચી વળવામાં આવશે. રાજ્યભરમાં 263 સરકારી આઈ.ટી.આઈ., 475 ગ્રાન્ટ-ઇન-એઇડ & સેલ્ફ ફાયનાન્સ આઈ.ટી.સી., 335 કૌશલ્ય વર્ધન કેન્દ્ર કાર્યરત છે. આ તાલીમ કેન્દ્રોમાં યુવાનોને ઉદ્યોગોની જરૂરીયાત મુજબ કોર્ષ ચલાવવામાં આવી રહ્યાં છે.

રાજ્યના યુવાનોને લેટેસ્ટ ટેક્નોલોજીની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જાપાનની હોન્ડા કંપની રાજ્યની 20 ITI સંસ્થાઓને ટેક્નોલોજીકલી અપગ્રેડ કરશે. આ અપગ્રેડેશન માટે રોજગાર અને તાલીમ વિભાગ વચ્ચે સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં એક પછી એક તમામ ITIનું અપગ્રેડેશન કરાશે. જેના માટે અંદાજિત રૂ. 1.64 કરોડનો ખર્ચ કરવામાં આવશે.આ ઉપરાંત, હોન્ડા કંપની દ્વારા ટ્રેઈન ધ ટ્રેનર પ્રોગ્રામ અંતર્ગત ITIમાં તાલીમ આપનાર પ્રશિક્ષકોને પણ તાલીમ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp