ટીચર બનવાનું સપનું જોનારા માટે મોદી સરકારની મોટી જાહેરાત, સ્ટૂડન્ટ્સને થશે ફાયદા

PC: thequint.com

ટીચર બનવાનું સ્વપ્ન જોનારા માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. બેચલર ઇન એડ્યુકેશન એટલે કે B.Ed નો કોર્ષ આગામી વર્ષથી ચાર વર્ષનો થઈ જશે. હાલમાં જ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે. હાલમાં B.Ed કોર્ષ બે વર્ષનો હોય છે, જેને ગ્રેડ્યુએશન પૂર્ણ કર્યા પછી કરવામાં આવે છે.

B.Ed કોર્ષ એક વર્ષથી વધુ સમય માટે ત્રણેય સ્ટ્રીમ BA, B.com અને B.Scમાં કરાવવામાં આવશે. આ નિયમ લાગુ થવા બાદ સ્ટૂડન્ટ્સનું એક વર્ષ બચશે અને તે B.Ed.માં સીધું એડમિશન 12મી પછી લઈ શકશે. હાલમાં તેમને 3 વર્ષનું ગ્રેડ્યુએશન પૂર્ણ કર્યા પછી B.Edમા એડમિશન મળશે.

ચાર વર્ષના આ B.Ed કોર્ષમાં 2 લેવલ રાખવામાં આવશે. પથમ પ્રી-પ્રાઈમરી થી પ્રાઈમરી અને બીજો અપર પ્રાઈમરી અને સેકન્ડરી હશે. જે સ્ટૂડન્ટ્સ પાસે પહેલાથી જ બેચલર કે માસ્ટર્સ ડિગ્રી છે તેમની પાસે ગ્રેસ પીરિયડ હશે જેમાં તેઓ બે વર્ષનો B.Ed કોર્ષ કરી શકે છે અથવા ત્રણ વર્ષ ઇન્ટીગ્રેટેડ B.Ed + M.Ed કોર્ષ કરી શકે છે. જોકે આ ગ્રેસ પીરિયડ ક્યાં સુધી ઉપલબ્ધ રહેશે અથવા કઈ કોલેજ ડિગ્રી આપશે તે હજી સુધી સાફ નથી કરવામાં આવ્યું.

જણાવી દઈએ કે હાલમાં પ્રાઈવેટ કોલેજમાંથી B.Ed કોર્ષ કરવા માટે એક વર્ષમાં સરેરાશ 50 હજાર રૂપિયા જેટલી ફીસ લાગે છે એવામાં એક વર્ષ ઓછું થવાથી સ્ટૂડન્ટ્સની ફીમાં પણ બચત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp