ગુજરાતમાં થશે 6850 શિક્ષકોની ભરતી

PC: facebook.com/imBhupendrasinh

નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે ત્યારે બિન-સરકારી ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ કેડરની 6850 જગ્યાઓ પુન:જીવિત કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેના પર સત્વરે નિમણૂકો કરાશે.

નાણામંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલી જગ્યાઓ રદ્દ કરવાની શરતે, આ લાભો મંજૂર કરાયા હતા. પરંતુ, શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વની આ જગ્યાઓ ભરવી અનિવાર્ય હોઇ, રાજ્ય સરકારે આ જગ્યાઓ પુન: જીવિત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં, આચાર્યોની 1566, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2915, ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2369 મળી કુલ-6850 જગ્યાઓ પુન: જીવિત થશે. જેના પર હવે નિમણૂકો અપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp