યુક્રેનના 10માંથી 8 મેડિકલ સ્ટુડન્ટ્સ ભારતમાં ફેલ

PC: qz.com

રશિયા અને યુક્રેનની લડાઈ હજુ ચાલી જ રહી છે. યુક્રેનમાં આશરે 18 હજાર ભારતીયો રહેતા હતા. તેમાંથી મોટાભાગના એ છે જે મેડિકલનો અભ્યાસ કરવા માટે ત્યાં ગયા હતા. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

પરંતુ, સવાલ એ છે કે, ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા માટે શા માટે જાય છે? તેનો જવાબ છે ઓછી ફી. યુક્રેનમાં MBBSના પાંચથી છ વર્ષના કોર્સમાં 35થી 40 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. તેમા રહેવાનો ખર્ચ પણ સામેલ છે. જ્યારે, ભારતમાં મેનેજમેન્ટ કોટા સીટની ફી 30થી 70 લાખ રૂપિયા છે જોકે, વિદેશમાં અભ્યાસ કરીને આવ્યા બાદ જો ભારતમાં ડૉક્ટરી પ્રેક્ટિસ કરવી હોય તો તેને માટે એક ટેસ્ટ આપવી જરૂરી છે. આ ટેસ્ટને ક્વોલિફાઈ કર્યા વિના લાયસન્સ ના મળી શકે. તેને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન (FMGE) કહેવામાં આવે છે. પરંતુ, વિદેશમાંથી અભ્યાસ કરીને આવનારા મોટાભાગના વિદ્યાર્થીઓ FMGEની ટેસ્ટ ક્વોલિફાઈ નથી કરી શકતા.

FMGE એક્ઝામ કરાવનારી નેશનલ બોર્ડ એક્ઝામિનેશન (NBE)ના જણાવ્યા અનુસાર, 2020માં વિદેશમાંથી મેડિકલનો અભ્યાસ કરીને આવેલા 35 હજાર 774 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 5 હજાર 897 એટલે કે 16.48% જ તેમા પાસ થઈ શક્યા હતા. ગત 6 વર્ષના આંકડા જોઈએ તો ખ્યાલ આવશે કે કુલ 1.26 લાખ વિદ્યાર્થીઓએ FMGE ની ટેસ્ટ આપી હતી, પરંતુ તેમાંથી આશરે 21 હજાર એટલે કે 17% વિદ્યાર્થી જ તેમા ક્વોલિફાઈ થઈ શક્યા હતા.

જોકે, વિદેશમાંથી અભ્યાસ કરીને આવનારા અને FMGE પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે. 2015માં જ્યાં 12125 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, ત્યાં 2020માં 35774 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એટલે કે 6 વર્ષમાં FMGEની ટેસ્ટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે.

યુક્રેનની વાત કરીએ તો, યુક્રેનમાં અભ્યાસ કરીને આ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ છ વર્ષમાં વધીને બે ગણી થઈ ગઈ છે. 2015માં યુક્રેનમાંથી ભણીને આવનારા 1587 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 196 વિદ્યાર્થી જ ક્વોલિફાઈ થયા હતા. જ્યારે વર્ષ 2020માં આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 3118 થઈ ગઈ છે અને તેમા ક્વોલિફાઈ થનારાઓની સંખ્યા 687 હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp