દેશના 80% એન્જિનિયર્સ થયા છે બેરોજગાર, આ રહ્યું કારણ

PC: gisbarbados.gov.bb

દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એન્જિનિયરની ડિગ્રી લઇને કોલેજની બહાર નીકળે છે અને વિચારે છે કે સારી નોકરી મળી જશે અને જીવનની બધી સમસ્યાઓનો અંત આવી જશે. આજે એન્જિનિયરિંગ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને હાલત સૌથી ખરાબ છે. તેમની પાસે ડિગ્રી તો છે પરંતુ તેના સહારે નોકરી મળવી મુશ્કેલ છે. જેને લીધી લાખો એન્જિનિયર્સને ભયંકર બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે.

રોજગારના આંકડાઓ શોધતી એક કંપની ‘એસ્પાયરિંગ માઇન્ડ’ના હેવાલ અનુસાર, ભારતના 80 % એન્જિનિયર્સ બેરોજગાર છે. એન્જિનિયરિંગ કરી ચૂકેલા કેટલાક વિદ્યાર્થીઓને નોકરી મળે છે તો તે પણ અનુભવ અને સ્કિલ્સના આધારે મળે છે. આ રોજગાર રિપોર્ટ ભારત, ચીન અને અમેરિકાના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા અભ્યાસ પર આધારિત છે.

એસ્પાયરિંગ માઇન્ડના સહ-સંસ્થાપક વરૂણ અગ્રવાલ અનુસાર, દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ લાખો યુવાઓને શિક્ષણ આપે છે, પરંતુ આ સંસ્થાઓમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ રોજગાર માટે તૈયાર નથી હોતા અને કંપનીઓ એવી ફરિયાદ કરે છે કે આ વિદ્યાર્થીઓમાં રોજગાર માટે જરૂરી કૌશલ અને પ્રતિભાની કમી હોય છે.

રિપોર્ટ અનુસાર, બેરોજગારીના આ રહ્યા મુખ્ય કારણો ?

  1. 84 % એન્જિનિયર્સ પાસે સ્ટાર્ટ-અપમાં સોફ્ટવેરથી સંબંધિત નોકરીઓ મેળવવાં માટે સ્કિલ છે.
  2. માત્ર 3 % એન્જિનિયર્સ પાસે એવા ક્ષેત્રોની જાણકારી જે હાલ વિકાસ કરી રહ્યા છે જેમ કે, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ અને મોબાઇલ ડેવલોપમેન્ટ
  3. આ પ્રકારે માત્ર 1.7 % એન્જિનિયર્સ પાસે આ સમયમાં નોકરી કરવા માટે આવશ્યક કૌશલ્ય છે.
  4. માત્ર 40% એન્જિનિયર્સ માત્ર એક એન્ટર્નશિપ કરે છે જ્યારે માત્ર 7 ટકા એવા પણ એન્જિનિયર્સ છે જે એક કરતા વધારે એન્ટર્નશિપ કરતા હોય છે.
  5. માત્ર 36 % એવા એન્જિનિયર્સ છે જે કોઇક પ્રોજેક્ટ પર કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp