કોરોના દરમિયાન 14-18 વર્ષના 80 ટકા બાળકોના શીખવાના સ્તરમાં ઘટાડો: UNICEF

PC: indianexpress.com

યૂનિસેફની એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 14-18 વર્ષની ઉંમરના ઓછામાં ઓછા 80 ટકા વિદ્યાર્થીઓમાં કોરોના મહામારી દરમિયાન શીખવાના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો ઓફલાઇન સ્કૂલની સરખામણીમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.

યૂનિસેફની રિપોર્ટમાં સામે આવ્યું છે કે વારે વારે સ્કૂલ બંધ થવાથી સાઉથ એશિયામાં બાળકો માટે શીખવાની તકોમાં ચિંતાજનક અસમાનતાઓ પેદા થઇ છે. જેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 5-13 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓના 76 ટકા માતા-પિતાએ રિમોટ લર્નિંગ દરમિયાન શીખવાના સ્તરમાં ઘટાડાની વાત કહી છે.

યૂનિસેફના સાઉથ એશિયાના ડિરેક્ટર જોર્જ લારિયા એડજેઇકે કહ્યું કે, સાઉથ એશિયામાં શાળાઓ બંધ થવાથી લાખો બાળકો અને તેમના શિક્ષકોને ભણાવવા માટે રિમોર્ટ લર્નિંગનો સહારો લેવો પડી રહ્યો છે અને એ એવા ક્ષેત્રોમાં છે જ્યાં કનેક્ટિવિટી અને ડિવાઇસ(મોબાઇલ, વાઇફાઇ)ની ઉપલબ્ધતા પણ ઓછી છે. ભલે પરિવારની ટેક્નોલોજી સુધી પહોંચ હોય, તો પણ હંમેશા બાળકો તેનો ઉપયોગ કરી શકતા નથી. જેને કારણે બાળકોના અભ્યાસ અને તેમના શીખવાના સ્તરમાં ભારે ઝડકો લાગ્યો છે.

તેમણે કહ્યું, ભારતમાં 6-13 વર્ષના બાળકોની વચ્ચે 42 ટકા બાળકોએ સ્કૂલ બંધ થવા દરમિયાન કોઇપણ રીતની રિમોટ લર્નિંગનો ઉપયોગ કર્યો નથી.

રિપોર્ટ રહે છે કે, તેનો અર્થ એ છે કે સ્કૂલ બંધ થયા પછીથી બાળકોએ રિમોટ લર્નિંગ માટે પુસ્તરો, વર્કશીટ, ફોન કે વીડિયો કોલ, વ્હોટ્સએપ દ્વારા મટિરિયલ લેવું કે શિક્ષકથી જોડાવું, રેડિયો કે ટીવી પર શીખવાનો કાર્યક્રમ, યૂટ્યૂબ વીડિયો, વીડિયો ક્લાસ, લર્નિંગ એપ, શિક્ષકો દ્વારા ઘરની મુલાકાત અને અંગત ટ્યૂશન, સ્થાનીય સ્થાનો પર સામુદાયિક શિક્ષણ, અન્ય વેબસાઇટનો ઉપયોગ કર્યો નથી.

સ્કૂલ ખોલવા પર યૂનિસેફે શું કહ્યું

યૂનિસેફે સરકારોને સુરક્ષિત રીતે શાળાઓ ખોલવા પર પ્રાથમિકતા આપવા માટે કહ્યું છે. સાથે એ પણ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો કે જરૂરત પડવા પર બાળકો રિમોટ લર્નિંગથી શિક્ષા હાંસલ કરવામાં સક્ષમ હોય.

પાકિસ્તાનમાં 23 ટકા નાના બાળકોની પાસે ઓનલાઇન ક્લાસ માટે ડિવાઇસ નથી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકામાં પ્રાઈમરી સ્કૂલના બાળકોના 69 ટકા માતા પિતાએ જણાવ્યું કે તેમના બાળકો ઓછુ શીખી રહ્યા છે. તો પાકિસ્તાનમાં 23 ટકા નાના બાળકોની પાસે કોઇપણ ડિવાઇસની પહોંચ નથી, જેથી તેમના ઓનલાઇન ક્લાસ લેવાઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp