આ ગામના બાળકોએ ભણવું તો છે પણ નદી પર પુલ ન હોવાને કારણે જીવના જોખમે જાય છે શાળાએ

PC: youtube.com

એક તરફ સરકાર ગુજરાતના બાળકોને ભણાવવાની વાત કરે છે. ગુજરાતના બાળકોને ભણવું છે. પણ ભણે તો કેવી રીતે ભણે. કારણ કે, ગુજરાતમાં કેટલીક સરકારી શાળાઓ એવી છે કે, જેમાં છત પરથી સ્લેબના પોપડા પડે છે. તો કેટલીક શાળાઓ જર્જરિત હોવાના કારણે બાળકોને ઝૂંપડું બનાવીને તેમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે કેટલાક ગામડાંઓમાં પ્રાથમિક શાળાઓ ન હોવાના કારણે બાળકોએ નદી પાર કરીને જીવના જોખમે શાળામાં ભણવા માટે જવું પડે છે. આજે અમે એવી જ એક શાળાની વાત કરવાના છીએ કે, જ્યાં તંત્રએ નદી પર પૂલ ન બનાવ્યો હોવાના કારણે 70થી 80 જેટલા બાળકોએ નદીના પાણીના પ્રવાહને પાર કરીને શાળાએ જવું પડે છે.

એક રીપોર્ટ અનુસાર, પંચમહાલ જિલ્લાના કાલોક તાલિકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પરૂણા ગામમાં બે શાળાઓ આવેલી છે. જેમાં એક ગામની પ્રાથમિક શાળા અને એક જીવન જ્યોત વિદ્યાલય આવેલી છે. પરૂણા ગામની નજીકથી ગોમા નદી પસાર થાય છે. આ નદીનું સામે કાંઠે કાશીયા ઘોડા તેમજ આગાશીની મુવાડી ગામમાંથી બાળકો પરૂણા ગામમાં આવેલી શાળાઓમાં ભણવા માટે જાય છે. 70થી 80 બાળકો આ નદીને પસાર કરીને શાળાએ ભણવા માટે જાય છે.

ચોમાસામાં નદીમાં પાણી આવવાના કારણે બાળકોને શાળાએ જવા નદી પાર કરતી વખતે તણાઈ જવાનો ડર રહેલો છે. એટલા માટે બાળકોના વાલીઓ નદીમાં વધારે પાણી હોય ત્યારે બાળકોને શાળાએ મોકલતા નથી. આ ઉપરાંત કેટલીક વાર નદીના પ્રવાહના કારણે નદી કાંઠાની કોતરો પણ ધરાશાયી થાય તેવી શક્યતાઓ હોય છે. ગામ લોકોએ અને ગામના સરપંચોએ તંત્રને આ નદી પર પુલ બનાવવા માટે અનેકો રજૂઆત કરી છે. છતાં પણ તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવતો નથી. એટલા માટે બાળકો જીવના જોખમે નદી પાર કરીને ભણવા જવા માટે મજબૂર બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp