આ શાળામાં ફી તરીકે બાળકો પાસેથી લેવામાં આવે છે માત્ર પ્લાસ્ટીક, જાણો કેમ

PC: nenow.in

અસમની રાજધાની ગોવાહાટીમાં એક શાળાએ નવતર પ્રયોગ કર્યો છે. અહીં બાળકોને ફીસ તરીકે ઘરનો પ્લાસ્ટીક કચરો લાવવાનો રહે છે. આ શાળામાં આર્થિક રીતે નબળાં 100થી વઘારે બાળકો અભ્યાસ કરે છે. આ શાળા બાળકોને અને ત્યાંના લોકોને પ્લાસ્ટીકથી થનારા નુકસાન પ્રત્યે જાગૃતતા ફેલાવી રહી છે.

‘અક્ષર’ નામની આ શાળાને 2016માં પરમિતા શર્મા અને માજિન મુખ્તરે શરૂ કરી હતી. અહીં આર્થિક રૂપે નબળાં 110 બાળકોને તેઓ ભણાવે છે. આ બાળકો પાસેથી ફીસ તરીકે દર અઠવાડિયે પ્લાસ્ટીકનો જૂનો અને ખરાબ થઇ ચૂકેલા 10થી 20 સામાન મગાવવામાં આવે છે, સાથે જ સલાહ આપવામાં આવે છે કે પ્લાસ્ટીક સળગાવવો ન જોઇએ.

પરમિતા શર્મા ટાટા સામાજિક વિજ્ઞાન સંસ્થાના ગુવાહાટી સેન્ટરમાં માસ્ટર્સ કરી રહી છે. તેમણે કહ્યું કે, અમારી શાળા ઘણી રીતે અલગ છે. અમે આ સંસ્થા ગરીબ બાળકો માટે ચાલુ કરી છે. અહીં ગણિત, વિજ્ઞાન, ભૂગોળની સાથે પ્રોફેશનલ કૌશલ્ય કેળવવાં માટે પણ તાલીમ આપવામાં આવે છે.

તેમણે કહ્યું કે, અમારી શાળામા એવાં બાળકો આવે છે જેમને શાળામાંથી હાંકી કાઢવામાં આવે છે અથવા એવા બાળકો હોય છે જેમના માતા-પિતા તેમને ભણાવી શકવામાં સમર્થ નથી હોતો. તેઓ આ બાળકોને ખનન કરવા મોકલી આપે છે. અમે આ બાળકોને શાળાએ આવવાં માટે પ્રેરિત કરીએ છીએ.

માજિન અખ્તર ન્યુયોર્કમાં રહેતો હતો અને અહીં શાળા ખોલવા માટે જ આવ્યો હતો. આ ઉપરાંત લખીમપુરમાં પણ એક અન્ય શાળામાં કામ કર્યું હતું. બાદમાં પરમિચા સાથે મળીને ગુવાહાટીના પામોહીમાં ‘અક્ષર’ નામની શાળા શરૂ કરી હતી. પરમિતા અસમની છે. બંનેએ 2018માં લગ્ન કરી લીધાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp