CA ફાઉન્ડેશને રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં કર્યા ફેરફાર, એડમિટ કાર્ડથી થશે નોંધણી

PC: indiatvnews.com

લોકડાઉનને ધ્યાને લઈને CA ફાઉન્ડેશને પોતાની રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે. નવેમ્બર 2020માં યોજાનારી આ પરીક્ષા માટે તા. 30 જુન પહેલા વિદ્યાર્થીઓએ પોતાના નામની નોંધણી કરાવવાની રહેશે. આ માટે ધો. 12 CBSE, ICA, રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓ તથા અન્ય તેમના એડમિટ કાર્ડ-પરીક્ષા રિસિપ્ટને આધારે રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ સાથે CA ઈન્ટરની પરીક્ષાના એક ગ્રુપ કે અન્ય પરીક્ષા પાસ કરનારા જે વિદ્યાર્થીઓએ તા. 30 એપ્રિલ પહેલા આર્ટિકલશીપ શરૂ ન કરી હોય એ લોકો માટે આર્ટિકલશીપ શરૂ કરવા તથા રજિસ્ટ્રેશન કરવા માટેની મુદ્દતમાં પણ વધારો કર્યો છે.

CA ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ કાઉન્સિલ સભ્ય અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, નવેમ્બર 2022માં યોજાનારી ફાઈનલની પરીક્ષા CA ઈન્ટરના વિદ્યાર્થીઓ આપી શકશે. જોકે, લોકડાઉનને પગલે શૈક્ષણિક કાર્ય ઠપ્પ ન થાય એ માટે ડિજિટલ પ્લેટફોર્મ પર શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. શાળા અને કૉલેજમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર જે-તે પ્રેક્ટિકલ ઘરે થઈ શકે એ માટે એસાઈમેન્ટ આપવામાં આવી રહ્યા છે. જુદી-જુદી વૈકલ્પિક કસોટીઓ પણ રદ્દ થયા બાદ હવે ઓનલાઈન મટિરિયલથી તૈયારીઓ શરૂ કરી છે. ખાસ કરીને અલગ અલગ સામગ્રી અંગે વિદ્યાર્થીઓ પોર્ટલ પર જે-તે વિષયની ચર્ચા-વિચારણા કરી રહ્યા છે.

લોકડાઉનને કારણે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓનું પરિણામ મોડું આવશે. કારણ કે, હાલમાં કોઈ પણ વિષય કે ધોરણની ઉત્તરવહીનું મુલ્યાંકન કાર્ય અટકી પડ્યું છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ પર થશે. બીજી તરફ જે-તે કોલેજ માટે એડમિશન પ્રક્રિયા પણ મોડી શરૂ થશે. કાઉન્સેલિંગ અને એડમિશનમાં પણ આ વખતે થોડો વિલંબ થશે. પરિણામ આવ્યા પછી જે-તે યુનિવર્સિટી કે કૉલેજ પોતાના શિડ્યુલ જાહેર કરશે એવા એંધાણ વર્તાય રહ્યા છે. એટલે વેકેશન સમય લંબાતા સમગ્ર એજ્યુકેશન ટાઈમટેબલ પર માઠી અસર પડી રહી છે. રાજ્યના બોર્ડની પરીક્ષાની સાથોસાથ CBSE બોર્ડે પણ બાકીના વિષયની પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. જ્યારે બોર્ડ સિવાયના ધોરણમાં માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે, કૉલેજ ક્યારે રાબેતા મુજબ શરૂ થશે એની હાલ કોઈ તારીખ સામે આવી નથી. જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓએ લોકડાઉનને કારણે કેટલાક મહત્ત્વના નિર્ણયો કર્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp