ભણશે ગુજરાત? ગ્રેજ્યુએશનથી વધુ ભણેલાની ટકાવારી માત્ર 9.7%, 20% અશિક્ષિત

PC: jdmagicbox.com

સમયાંતરે શિક્ષણ વિભાગ પર થતા મુલ્યાંકનમાં રાજ્યના એજ્યુકેશન સેક્ટરની સ્થિતિ ઉઘાડી પડે છે. થોડા દિવસ પહેલા ડ્રોપ આઉટ રેશિયોમાં વિકાસ મોડલ ગણાતા ગુજરાતનો ક્રમ ટોપ-5માં છે. એવું પુરવાર થયું હતું. કેન્દ્ર સરકારની આંકડાશાસ્ત્ર કચેરી તરફી રાષ્ટ્રીય શિક્ષણ અહેવાલ જાહેર કરાયો એમાં ડ્રોપ આઉટ રેશિયો કેટેગરીમાં ગુજરાતનો ક્રમે ચોથો હતો.

હવે એવું પણ જાણવા મળ્યું છે કે, માત્ર 9.7% લોકો જ સ્નાતકથી વધારે ભણેલા છે. ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં સ્નાતકનું પ્રમાણ સૌથી ઓછું 2.7% છે. શહેરી વિસ્તારમાં 17.9 અને ગ્રામ્ય વિસ્તારમાં 4.5% લોકો ગ્રેજ્યુએટ છે. જ્યારે 11.7 ટકા પુરૂષો અને 7.7 ટકા સ્ત્રીઓ ગ્રેજ્યુએટ છે. દેશમાં સ્નાતક કક્ષાના લોકોની સરેરાશ ટકાવારી 10.6 છે. દેશમાં સૌથી વધારે ગ્રેજ્યુએટ રાજધાની દિલ્હી શહેરમાં છે. જ્યારે ગુજરાત રાજ્યમાં 20.4 ટકા વસ્તી અશિક્ષિત છે. આટલા મોટા તફાવતના આંકડા સામે આવે છે ત્યારે નેતાઓ તરફથી થતી ભણે ગુજરાતની પહેલ અને પગલાંની કેવી અને કેટલી અસર છે એનું વિગતવાર પરિણામ છતુ થાય છે. 23.1 ટકા લોકો પ્રાથમિક સુધી, 17.6 ટકા પ્રાથમિક અને સેકન્ડરી વચ્ચે, 17.8 ટકા સેકન્ડરી સુધી અને 11.4 ટકા હાયર સેકન્ડરી સુધી અભ્યાસ કરેલા લોકો રાજ્યમાં છે.




ગ્રેજ્યુએટ તથા એનાથી વધારે ભણેલાની કેટેગરીમાં ગુજરાત રાજ્યનો ક્રમ 12મો છે. જૂલાઈ 2017થી જુન 2018 સુધીના સમયગાળામાં ઉંમર અને એજ્યુકેશનને ધ્યાને લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં 6.20 ટકા પુરૂષો અને 2.70 ટકા મહિલાઓ સ્નાતક છે. જ્યારે શહેરી વિસ્તારમાં 19.70 પુરૂષો અને 15.70 મહિલાઓ ગ્રેજ્યુએટ છે. દિલ્હી બાદ ઉત્તરાખંડમાં 18.7%, તેલંગણામાં 15.8%, કેરળમાં 14.9%, હરિયાણામાં 14.8%, તામિલનાડુંમાં 13.8%, મહારાષ્ટ્રમાં 13.6%, હિમાચલમાં 12.1%, પંજાબમાં 11.9%, કર્ણાટકમાં 11.4%, યુપીમાં 10.9% અને ગુજરાતમાં 9.7% લોકો સ્નાકત છે.

દેશમાં સરારેશ ડ્રોપ આઉટ રેશિયો 12.6% છે જ્યારે ગુજરાત રાજ્યનો ડ્રોપ આઉટ રેશિયો 17.8% છે. શહેર કરતા ગ્રામિણ વિસ્તારમાંથી ડ્રોપ આઉટ રેશિયો વધારે જોવા મળ્યો છે. ગ્રામ્યમાં 20.5% અને શહેરી વિસ્તારમાં 13.8% ડ્રોપ આઉટ રેશિયો જોવા મળ્યો છે. નિષ્ણાંતો આ પાછળનું કારણ આપતા કહે છે કે, ધો.8 બાદ ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દે છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું પ્રમાણ પણ ઓછું છે. આ ટકાવારીમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા વધારે છે. ગ્રામ્ય વિસ્તારના પરિવાર યુવતીઓને દૂર શહેરમાં મોકલવા માટે રાજી નથી. તેથી અભ્યયા અટકી જાય છે અને પછી સંસાર શરૂ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp