આણંદ કૃષિ યુનિ.એ દેશની 67 સંસ્થાઓમાં 20મો ક્રમ મેળવ્યો

PC: https://timesofindia.indiatimes.com

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓની શિક્ષણ અને સંશોધનની પ્રેક્ટિસ છતાં સમગ્ર દેશની તમામ કૃષિ યુનિવર્સિટીઓમાં ગુજરાતની એકમાત્ર આણંદ યુનિવર્સિટીનો 20મો ક્રમ આવ્યો છે. આ ક્રમથી સાબિત થયું છે કે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ કરતાં દેશના અન્ય રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીઓ સારૂં કામ કરી રહી છે.

દેશની કૃષિ યુનિવર્સિટીમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ 20મું સ્થાન અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતીય કૃષિ અનુસંધાન પરીષદ-આઇસીએઆર દ્વારા રાષ્ટ્રીયકક્ષાની સમિતીની રચના કરી કૃષિ યુનિવર્સિટીઓના વિવિધ માપદંડો જેવા કે શિક્ષણની ગુણવત્તા, નવીનતમ સંશોધનો તેમજ કૃષિ વિસ્તરણ ક્ષેત્રે થયેલ પ્રગતિના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે.

સમગ્ર ભારતમાં કૃષિ શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણની પ્રવૃતિઓ માટે 4 ડીમ્ડ યુનિવર્સિટી, 3 કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી તેમજ 63 રાજય કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. કૃષિ શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીયકક્ષાની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરવામાં આવેલ પ્રદર્શન, શિક્ષકોની ગુણવત્તા અને મહત્તમ ઉપાધી, પ્રકાશિત રિસર્ચ પેપર, પેટન્ટ, નાણાંકીય વ્યવસ્થાપન, વિદ્યાર્થીઓ દ્વારા લાયબ્રેરીનો કાર્યક્ષમ ઉપયોગ તેમજ ખેડૂતલક્ષી વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓના જુદા જુદા માપદંડો મુજબ રેન્કિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીએ કોરોનાની વૈશ્વિક મહામારીના કપરા સમયમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યુ છે. જેથી ભારતની 67 યુનિવર્સિટી અને સંસ્થાઓમાં રાષ્ટ્રીયકક્ષાએ 20મું સ્થાન મેળવ્યું છે. તેમજ ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આઇસીએઆર રેન્કિંગમાં રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાત રાજયમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીએ 31મું, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 40મું,સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ 60મું અને કામધેનુ યુનિવર્સિટીએ 67મું સ્થાન મેળવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp