
અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી વચ્ચે પ્રોજેક્ટ ઉડાન હેઠળ MOU કરવામાં આવ્યા છે. આ સમજૂતિ હેઠળ જીટીયુ સંલગ્ન કોલેજો અને સંસ્થાઓના વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપ હેઠળ ચાલતા ઔદ્યોગિક પ્રકલ્પોની એક્સપોઝર ટુરનું આયોજન કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રિતિ જી. અદાણીની હાજરીમાં અમદાવાદની અદાણી વિદ્યામંદિર સ્કૂલમાં પ્રોજેક્ટ ઉડાન હેઠળ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠ, અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન આર. અદાણી, ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી, જીટીયુના રજિસ્ટ્રાર ડો. કે.એન.ખેર, જીટીયુના આંતરરાષ્ટ્રીય સંબંધો વિભાગના ડો. કેયુર દરજી, અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ તરફથી કુંતલ સંઘવી અને અદાણી ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રોજેક્ટ સંયોજક જિજ્ઞેશ વિભાંડિક હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp