'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને સ્ટડી કેસ તરીકે સામેલ કરાયો, શું છે આખી વાત...

PC: indiatoday.in

આજના સમયમાં એવા થોડા જ ટીવી શો છે જે કુટુંબ-મૈત્રીપૂર્ણ મનોરંજન પીરસી રહ્યા છે. મોટા ભાગે દર્શકો વલ્ગર, અપમાનજનક, વયસ્ક મનોરંજન જોવા મળે છે. સસ્તું મનોરંજન પીરસતા શોની કોઈ કમી નથી.

પરંતુ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ દરેક ઘરમાં ટીવી જોવાના પરિમાણો જ બદલી નાંખ્યા છે. 6થી લઈ 60 વર્ષ સુધી એટલે કે દરેક ઉંમરના દર્શકો માટે કોમેડીના ભરપુર ડોઝ આપે છે. આ એવો શો છે જે બધા સાથે બેસીને જોઈ શકે છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. MICA( મુદ્રા ઈન્સટીટયૂટ ઓફ કોમ્યુનિકેશન અમદાવાદ)નાં પ્રોફેસર ડો.દર્શન તિવારી દ્વારા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને સ્ટડી કેસ તરીકે લઈને તેના પર સેમિનારમાં પેપર રજૂ કરી ચર્ચા કરશે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ જણાવ્યું કે આ અમારા માટે ગર્વની વાત છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને સ્ટડી કેસ તરીકે લેવો એનો મતલબ એ થાય છે કે આ શો માત્ર એક સફળ વાર્તા નથી. પણ પ્લાનીંગ, કન્ટેન્ટ અને માર્કેટીંગ પણ સફળ રહી હોવાની સાબિતી આપે છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સ્ટોરી ગોકુલધામ સોસાયટીની આસપાસ ફરે છે, જે મુંબઇમાં એક કાલ્પનિક સમાજ છે, જેમાં દેશના જુદા જુદા ભાગોમાંથી છ પરિવારો છે. પાત્રો તારક મહેતા, જેઠલાલ ચંપક્લાલ ગડા, દયા ભાભી, બબીતા,આત્મામ તુકારામ ભીડે, ડૉ. હંસરાજ હાથી, સરદાર રોશન સિંઘ,હરજીત સિંહ સોઢી, કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યર, પત્રકાર પોપટલાલ પાંડે, સુંદર લાલ, અબ્દુલ, પત્રકાર રીટા શ્રીવાસ્તવ, નટવરલાલ પ્રશાસંકર ઉધઈવાલા( નટુકાકા), બાગેશ્વર ઉદીવાલા, બાવરી ચંદુલાલ કાનપુરીયા વગેરેનો સમાવાશે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp