અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એકવાર 5 ટ્યુશન ક્લાસ સીલ કર્યા

PC: youtube.com

અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર સ્થળ અથવા તો મહાનગરપાલિકાની જગ્યામાં મહાનગરપાલિકાની પરવાનગી વગર બોર્ડ બેનરો લગાડનારની સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે અને રસ્તા પર બોર્ડ બેનરો લગાડનારના એકમો અને ટ્યુશન ક્લાસોને સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દિધી છે. ત્યારે ફરીથી મહાનગરપાલિકા દ્વારા 5 જેટલા ટ્યુશન ક્લાસ સહીત અન્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષીણ-પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગ દ્વારા રસ્તા પર લગાડવામાં આવેલા બોર્ડ બેનરોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન કેટલાક ટ્યુશન ક્લાસ અને એકમોને પોતાના બોર્ડ બેનરો દૂર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી, નોટીસ આપ્યા છતાં પણ ટ્યુશન ક્લાસ અને એકમો દ્વારા બોર્ડ બેનરો દૂર ન કરવામાં આવતા. દક્ષીણ-પશ્ચિમઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા પાંચ ટ્યુશન ક્લાસ સહીત અન્ય એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની મિલકતમાં ઘણી વાર ટ્યૂશન ક્લાસીસના સંચાલકો, ડાન્સ ક્લાસ ચલાવતા લોકો અથવા તો બીજા ઘણા બધા લોકો પોતાની જાહેરાત કરતા બોર્ડ બેનરો મહાનગરપાલિકાની પરમીશન વગર ગેરકાયદેસર રીતે લગાવે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારોઓ દ્વારા આ અગાઉ પણ સેટેલાઈટ વિસ્તાર, થલતેજ વિસ્તાર અને માનસી સર્કલ નજીક આવેલા 19 જેટલા ટ્યૂશન ક્લાસોને ગેરકાયદેસર બોર્ડ બેનર લગાવવા મામલે સીલ કરવામાં આવ્યા હતા અને સંચાલકોને નોટીસ ફટકારવામાં આવી હતી અને સંચાલકો પાસેથી દંડની વસુલાત કર્યા પછી સીલ ખોલવામાં આવ્યા હતા. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp