26th January selfie contest

BJP શાસિત આ રાજ્યમાં બંધ કરવામાં આવશે દરેક સરકારી મદરેસા અને સંસ્કૃત વિદ્યાલયો

PC: cloudfront.net

ભાજપા શાસિત આ સરકારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મદરેસા અને સંસ્કૃત વિદ્યાલયોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર હવે આ સંસ્થાઓને શાળામાં બદલવા જઈ રહી છે અને હવે ત્યાં વિદ્યાર્થીઓને સામાન્ય કોર્સ જ ભણાવવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રીએ આ વાત કહી છે.

શિક્ષા મંત્રીનું કહેવું છે કે, જો સરકારી ફંડ દ્વારા વિદ્યાર્થીઓને ધાર્મિક પુસ્તકો ભણાવવામાં આવે છે તો સંસ્કૃત વિદ્યાલયોમાં પણ ભાગવત ભણાવવામાં આવે છે. અમે રાજ્યના દરેક મદરેસા અને સંસ્કૃત વિદ્યાલયોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે આ સંસ્થાઓને ધાર્મિક પુસ્તકો ઉપલબ્ધ કરાવવા સરકારનું કામ નથી.

ભાજપા શાસિત રાજ્યાના શિક્ષામંત્રીએ કહ્યું, રાજ્યના મદરેસા અને સંસ્કૃત વિદ્યાલયોને હાઈસ્કૂલ અને હાયર સેકેન્ડરી સ્કૂલોમાં બદલવામાં આવશે. અને આ કામ 3 થી 4 મહિનાની અંદર પૂરુ કરી લેવામાં આવશે.

ભાજપા શાસિત આસામમાં સરકારી મદદ પ્રાપ્ત કરનારા 614 મદરેસા અને 101 સંસ્કૃત વિદ્યાલયોને 3 થી 4 મહિનાની અંદર બંધ કરી દેવામાં આવશે. આસામના નાણા અને શિક્ષા મંત્રી હેમંત બિસ્વા શર્માએ આ વાત કહી છે. તેમનું કહેવું છે કે, અરબી અને ધાર્મિક શિક્ષા આપવી સરકારનું કામ નથી. ધાર્મિક શિક્ષા માટે સરકાર પૈસા આપી શકે નહીં.

સરકાર દર વર્ષે 3 થી 4 કરોડ રૂપિયા મદરેસા અને લગભગ 1 કરોડ રૂપિયા સંસ્કૃત વિદ્યાલયો પર ખર્ચ કરે છે. મંત્રી કહે છે, આ મદરેસામાં નિયોજિત શિક્ષકો અન્ય કશે રોજગાર મેળવવાની ચિંતા કર્યા વિના ઘરે રહી શકે છે. તેમના રિટાયરમેન્ટના દિવસ સુધી સરકાર તેમને વેતનની ચૂકવણી કરશે.

જણાવી દઈએ કે આસામમાં લદભગ 900 મદરેસાનું સંચાલન જમીયત ઉલેમા દ્વારા કરવામાં આવે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp