VNSGUમાં ‘Media Buzz-2019’ની તૈયારીઓ શરૂ, જુઓ વીડિયો

પત્રકારત્વ, જનસંચારના માધ્યમો અને તેની સાથે જોડાયેલી મનોરંજનની વિશાળ દુનિયામાં વિવિધ ક્ષેત્રે આગળ વધી રહેલા યુગમાં વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન મળી રહે એ હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા મીડિયા ઉત્સવ ‘Media Buzz-2019’નું આયોજન તા. 18-19 જાન્યુઆરી 2019ના રોજ યુનિવર્સિટીના કેમ્પસમાં કરવામાં આવ્યું છે, જેમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મિમ્સ મેકિંગ, વ્લોગ મેકિંગ, ફિલ્મ કવીઝ, શોર્ટ ફિલ્મ, ફોટો ફિચર, ક્રિએટીવ રાઇટિંગ, આર.જે હન્ટ, એડ-મેકિંગ, ઓન સ્પોર્ટ રિપોર્ટિંગ અને ટ્રેઝર હન્ટ જેવી સ્પર્ધાઓ યોજવામા આવશે. જેને લઈને જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  ‘Media Buzz-2019’ની ઉજવણી માટે આખા ડિપાર્ટમેન્ટને ડેકોરેટ કરવામાં આવી રહ્યો છે. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને મીડિયાને લગતી માહિતીઓ સરળ રીતે યાદ રહી જાય એ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે. ‘Media Buzz-2019’માં થનારી સ્પર્ધાઓમાં ભાગ લેનાર માટે ફિલ્ડના ખ્યાતનામ નિર્ણાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ પોતાના અનુભવો શેર કરીને માર્ગદર્શન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp