વિપક્ષનો અવાજ દબાવવા BJP મહેનત કરે છે પણ સ્કૂલો પાછળ મહેનત નથી થતીઃ ઈસુદાન

PC: khabarchhe.com

આગામી વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ ગુજરાતમાં નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં સામ સામે આક્ષેપબાજી થઈ રહી છે. દર વખતે ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી લડાઈ હોય છે ત્યારે આ વખતે આ ચૂંટણીની લડાઈમાં ભાજપ, કોંગ્રેસે સાથે આપ પાર્ટી પણ ઝંપલાવી રહી છે ત્યારે આ મામલે આપ પણ સક્રીય બન્યું છે. સરકાર પર આકરા પ્રહાર કરતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે,

ગુજરાત ભાજપ સરકાર જેટલી મેહનત વિપક્ષનો અવાજ દબાવવા કરે છે. જેટલી મેહનત ચૂંટણીઓ જીતવા કરે છે, એટલી જ મેહનત જો જનતાને સુવિધાઓ અપાવવા અને સુરક્ષિત સરકારી પરિક્ષાઓ યોજવા કરે તો ગુજરાતને અને ગુજરાતના બાળકોને આ હાલાકી ન ભોગવવી પડે. આપ પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ BJP પર આકરા પ્રહારો કર્યા હતા.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, વિપક્ષ પાર્ટી પાછળ આખું તંત્ર આઈબી લગાડવામાં આવે, બાળકોનું ભવિષ્ય છે ત્યાં કોઈ વ્યવસ્થા તંત્ર ના લગાવી શકાય, પરીક્ષામાં કોઈ પેપર ફૂટે ત્યારે માત્ર બે લોકો ભરાશે અને તરત જ ભૂલી જવાશે, ચૂંટણી વહેલી યોજવા માટે ભાજપના તમામ નેતાઓ આવી રહ્યા છે. ભાજપના ખેસ પહેરીને નિકળશે, સરકારી સંપત્તિઓમાં ભીંત ચિંતત્રો દોર્યા છે. પરંતુ સારી શાળાઓ કરવી, સારી રીતે પરીક્ષા લેવી, BJPથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે બહું દુખ સાથે કહેવું પડે છે, આવું તેમ ઈસુદાન ગઢવીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp