વિદ્યાર્થીઓ પાસે તગડી ફી લેતી સી.જે. પટેલ કોલેજમાં પાયાની સુવિધાનો અભાવ

PC: youtube.com

સુરતના વરીયાવ વિસ્તારમાં આવેલી સી. જે. પટેલ કોમર્સ કોલેજના વિધાર્થીઓએ આજે વહેલી સવારે તેમના અલગ-અલગ મુદ્દાઓને લઇને કોલેજના કમ્પાઉન્ડમાં ધરણા કર્યા હતા. વિદ્યાથીઓએ કોલેજમાં સુવિધાઓના અભાવ, પીવાના પાણીની સમસ્યા, કેન્ટીન, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કમ્પ્યુટર લેબની સુવિધાઓ અને ટ્રસ્ટી મંડળને હટાવવાની વાતને લઇને વિરોધ કર્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી આ તમામ સમસ્યાના નિવેડા માટે ટ્રસ્ટી મંડળને રજૂઆત કરી રહ્યા છે પણ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓએ વિરોધનો રસ્તો અપનાવ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, આગમી 15 દિવસમાં વિદ્યાર્થીઓની માગ પુરી નહીં કરવામાં આવે તો ફરીથી વિરોધ કરવામાં આવશે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને NSUIએ ટેકો આપતા મામલો વધારે બીચકયો હતો. મામલો થાળે પાડવા માટે પોલીસ કોલેજ પર આવી હતી અને વિરોધ કરી રહેલા 15 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. 

આ બાબતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ કોલેજમાં અમે છેલ્લા બે વર્ષથી પાયાની સુવિધાઓની માંગણી કરી છીએ પણ કોલેજના સંચાલકો દ્વારા અમારી રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. હાલમાં અમે 800 જેટલા વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ અને અમને કેન્ટીનની સુવિધા પણ નથી આપવામાં આવતી.

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોલેજમાં કેન્ટીન છેલ્લા 10 વર્ષથી ચાલતી હતા પણ બે વર્ષ પહેલા અચાનક કેન્ટીન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોલેજમાં મિનરલ વોટરની સુવિધા નથી, ટોયલેટની પણ સમસ્યા છે અને કોલેજમાં સ્વચ્છતાના નામે મીંડું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે, કોલેજમાં પૂરતા પ્રમાણમાં પ્રોફેસરોનો સ્ટાફ પણ નથી, જેથી તાત્કાલિક પ્રોફેસરોની ભરતી થવી જોઈએ.

આ સમગ્ર મામલે NSUIએ માંગ કરી છે કે, વિદ્યાર્થીઓ બે વર્ષથી રજૂઆત કરે છે તેની રજૂઆત શાળાના સંચાલકો દ્વારા સાંભળવામાં આવતી નથી. તેથી કોલેજમાંથી ટ્રસ્ટીઓને દૂર કરીને કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યની જગ્યા પર કાયમી આચાર્યની નિમણુક કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp