CBSCના અંગ્રેજીના પેપરમાં ભૂલવાળા સવાલ પર કોને મળશે એક્સ્ટ્રા માર્ક્સ?

PC: financialexpress.com

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC)ના ઘોરણ 10ના વિદ્યાર્થીઓને અંગ્રેજીની પરીક્ષામાં 2 માર્કસ વધારે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રશ્નપત્રમાં થયેલી ભૂલની ફરિયાદ પછી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પણ CBSCની પરીક્ષામાં પેપર લિકની ઘટનાને કારણે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

ઘણી સ્કૂલમાં શિક્ષકોએ CBSC દ્વારા 12 માર્ચે લેવામાં આવેલા અંગ્રેજીના પેપરમાં ભૂલ હોવાનું જણાવ્યું હતું. CBSCના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારી ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ હતી, પણ અમે કોઈ પણ રીતે વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થવા દઈશું નહીં. માર્કિંગ સ્કીમ વિદ્યાર્થીઓ માટે જ બનાવવામાં આવી છે. જે વિદ્યાર્થીએ આ ભૂલવાળા સવાલનો જવાબ લખ્યો હશે તેમને 2 માર્ક્સ આપવામાં આવશે.

આ પહેલા ધોરણ 10ના ગણિત અને ઘોરણ 12ના ઈકોનોમિક્સનું પેપર લિક થઈ જવાને કારણે ચર્ચામાં આવ્યું હતું. CBSCએ લિકવાળી વાતનો સ્વીકાર કરતા જણાવ્યું છે કે ઘોરણ 12નું ઈકોનોમિક્સનું પેપર ફરીથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે ઘોરણ 10ની ગણિતની પરીક્ષા પાછી લેવામાં આવી નથી. ઘોરણ 10 અને 12 ના પેપર 5 માર્ચે શરૂ થયા હતા, હવે આ રિ-એકઝામ 25 એપ્રિલે લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp