CBSEની ધો.10 અને ધો.12ની પરીક્ષા અંગે જાણો ફાઇનલ નિર્ણય શું લેવાયો

PC: cbse.nic.in/

વિવિધ રાજ્ય સરકારો તરફથી કરવામાં આવેલી વિનંતીઓ અને આજદિન સુધી કોવિડ-19ના કારણે પ્રવર્તિ રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CBSEએ 1 જુલાઇથી 15 જુલાઇ, 2020 દરમિયાન આયોજિત કરાયેલી ધોરણે 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. સર્વોચ્ચ અદાલતે આજે પરીક્ષાઓ રદ કરવા અને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના છેલ્લા પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાની યોજના અંગે CBSEએ રજૂ કરેલા પ્રસ્તાવ પ્રત્યે સંમતિ દર્શાવી હતી. માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' જણાવ્યું હતું કે, CBSEની સક્ષમ સમિતિ દ્વારા અપાયેલા સૂચનો અનુસાર મૂલ્યાંકન યોજના મુજબ રદ થયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે.

જે પરીક્ષાઓ 1 જુલાઇથી 15 જુલાઇ, 2020ની વચ્ચે યોજાવવાની હતી તે પરીક્ષાના વિષયો માટે જ્યારે પરિસ્થિતિ પરીક્ષા યોજવા લાયક બનશે ત્યારે CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક પરીક્ષાઓનું આયોજન હાથ ધરશે. મૂલ્યાંકન યોજનાના આધારે જે ઉમેદવારોના પરિણામો જાહેર કરવામાં આવ્યાં હોય તે ઉમેદવારો જો તેઓ ઇચ્છતા હશે તો તેમની ક્ષમતા પુરવાર કરવા માટે આ વૈકલ્પિક પરીક્ષાઓમાં ઉપસ્થિત થવા માટે મંજૂરી આપવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ધોરણ 12ના ઉમેદવારો માટે આ સિવાય કોઇ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે નહીં. ઉપરોક્ત મૂલ્યાંકન યોજનાના આધારે પરિણામોને 15 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારો ઊચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અરજી કરી શકે અને પ્રવેશ મેળવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp