શિક્ષણ મંત્રીની નિષ્ફળતા, બાળકો કલેક્ટર કચેરીએ ભણવા ગયા

PC: khabarchhe.com

બબ્બે પૂર આવતાં શાળાના અભ્યાસ ખંડ તૂટી ગયા બાદ તે ન બનતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પોલ નાના બાળકોએ ખોલી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ખોખલી નીતિ પણ બહાર આવી છે. બાળકોએ બનાસકાંઠા કલેક્ટર કચેરી સમક્ષ જઈને ભણવાનું શરૂ કરતાં કલેક્ટરે ખાતરી આપવી પડી હતી કે તેમની વ્યથા ગાંધીનગર સરકાર સમક્ષ પહોંચાડશે.

બનાસકાંઠામાં 2015 અને 2017એમ બે વખત પૂર આવ્યું હતું. જેમાં ડીસા તાલુકાના ભાદરા ગામની પ્રાથમિક શાળા પણ તુટી પડી હતી. તેનું સમારકામ કરવાની મંજૂરી આપી હતી. પણ ક્લાસ રૂમ બન્યા ન હતા. છેલ્લાં અઢી વર્ષથી બાળકો ઝાડ નીચે જ ભણે છે. તેમણે નક્કી કર્યું કે હવે તો કલેક્ટર કચેરીએ જઈને ત્યાં જ ભણવું છે. 50 કરોડની કલેક્ટર કચેરી બની છે અને રૂ.700 કરોડના ખર્ચે સ્વર્ણીમ સંકુલ બનેલું છે કે જ્યાં શિક્ષણ મંત્રી બેસે છે. પણ 297 બાળકોને વૃક્ષ નીચે બેસીને ભણવું પડે છે. જેમાં 148 બાળકીઓ છે.

સરપંચે ધમકી આપી છે કે જો બાળકોની શાળા નહીં બનાવો તો તે ભૂખ હડતાલ પર બેસી જશે.

ગુજરાતની ભાજપ સરકારની આંખ ખોલતો આ કિસ્સો છે. છતાં ભાજપ સરકારના શિક્ષણ મંત્રી ફી આંખ આડા કાન કરી રહ્યાં છે. તેઓ ચૂંટણી જીવતા માટે ભુવા અને ભરાડીને માટે સમય કાઢી શકે છે પણ આ 297 બાળકોને માટે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સહેજ પણ દર્દ કે સમય નથી. આ જિલ્લાના ભાજપના આગેવાન અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી સમક્ષ પણ રજૂઆત કરી હતી તેમ છતાં તેનો કોઈ ઉકેલ લાવી શક્યા ન હતા. તેથી શંકર ચૌધરી વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp