રફાલ વાળી કંપની ગુજરાતની આ યુનિવર્સિટીમાં સેન્ટર સ્થાપશે

PC: intoday.in

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગર્વનન્સની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને રફાલ તૈયાર કરનારી કંપની દશોલ્ટ દ્વારા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર એક્સલન્સ તૈયાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને સૈધ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત કુલ 25 અધ્યાપકોની ભરતી પૈકી લાયક ઉમેદવારો ન મળવાના કારણે માત્ર આઠ જ ઉમેદવારોની પસંદગી થઇ શકી હતી.

બેઠકમાં મહત્વનો કહી શકાય તેવા નિર્ણયોમાં રફાલ તૈયાર કરનારી કંપનીએ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર એક્સલન્સ તૈયાર કરવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત અંતર્ગ દશોલ્ટ કંપની દ્વારા યુનિવર્સિટીમાં જુદા જુદા કોર્સ શરૂ કરવામાં આવશે. જેમા ખાસ કરીને શીપ, રોડ અને કાર મેકીંગન લગતાં કોર્સ શરૂ કરવાનુ નક્કી કરાયુ હતુ. આ કોર્સ શરૂ કરવા માટે અને સેન્ટર ફોર એક્સલન્સ તૈયાર કરવા માટે જે ખર્ચ થશે તેનો 80 ટકા ખર્ચ કંપની દ્વારા કરવામાં આવશે જયારે બાકીના 20 ટકાનો ખર્ચ ભારત સરકારના સ્લીક ઇન્ડિયા દ્વારા કરવાનુ નક્કી કરાયુ હતુ. આ પ્રપોઝલને હાલમાં યુનિવર્સિટી દ્વારા સૈધ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં યુનિવર્સિટી ચાંદખેડા ખાતે અથવા તો યુનિવર્સિટીને નવી જગ્યા મળી છે ત્યાં લપકામણ ખાતે આ સેન્ટર શરૂ કરવાનુ નક્કી કરાયુ હતુ. યુનિવર્સિટીાં છેલ્લા કેટલાય સમયથી ભરતીઓને લઇને ભારે વિવાદ ચાલતો આવ્યો છે. બેઠકમાં કુલ 25 જગ્યાઓમાંથી પ્રોફેસરની 5 જગ્યાઓ માંથી 3 ઉમેદવારો મળી શકયા હતા. જયારે એસો.પ્રોફેસરની 10 જગ્યાની સામે માત્ર 5 લાયક ઉમેદવારો મળ્યા હતા. આમ, કુલ 8 ઉમેદવારોની પસંદગી કરવામા આવી હતી. એનએસયુઆઇ દ્વારા જે નામો જાહેર કરવામાં આવ્યા હતા તે પૈકી કુલ બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવતાં આ નામો અગાઉથી ફીક્સ હોવાના આક્ષેપો વિદ્યાર્થીસંગઠનોએ કર્યા હતા. યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ઉમેદવારો મેરિટ પ્રમાણે જ પસંદ થયા હોવાનો દાવો કર્યો હતો.

ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરીમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાનુ આયોજન કરાશે

યુનિવર્સિટીની બેઠકમાં એવું નક્કી કરાયુ હતુ કે, હાલમાં જે વિદ્યાર્થીઓ ડિગ્રી ઇજનેરી અને ડિપ્લોમા ઇજનેરીમાં અભ્યાસ કરે છે તેમને પાસ થવા માટે જેટલા વર્ષનો કોર્સ છે તેટલા વર્ષો વધારાના આપવાનુ નક્કી કરાયુ હતુ. આ સિવાય ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ પાસ થઇ શક્યા નથી તેવા એક કે બે વિષય કે તેથી વધારે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નવેસરથી અલગથી પરીક્ષા લેવાનુ પણ નકકી કરાયુ હતુ. આ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા નવેસરથી આખી પરીક્ષાનુ આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં જેટલા વિષયમાં નાપાસ હોય તે તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શકે તેવી વ્યવસ્થા આપવાનુ નક્કી કરાયુ હતુ. ભૂતકાળમાં પણ યુનિવર્સિટીએ અંદાજે 35 હજાર વિદ્યાર્થીઓની આ પ્રકારે અલગથી પરીક્ષા લીધી હતી જેમાં માત્ર 10 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા. હવે બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp