મહેસાણાના આ ગામની પ્રાથમિક શાળામાં બાળકો જીવના જીવના જોખમે કરે છે અભ્યાસ

PC: youtube. com

ગુજરાત સરકાર એક તરફ બાળકોને ભણાવવાની વાત કરે છે. પરંતુ સરકારી શાળાઓમાં જ સુવિધાઓનો અભાવ હોય તો બાળકો ક્યાં જાય. કેટલીક સરકારી શાળાઓમાં બાળકો જીવના જોખમે ભણી રહ્યા છે, તો કેટલીક ગામમાં શાળાનું મકાન ન હોવાને કારણે બાળકો ઝૂંપડું બાંધીને ભણવા માટે મજબૂર બન્યાં છે.

એક રીપોર્ટ અનુસાર, મહેસાણાના દેરીયાસણ ગામમાં સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ તો બનાવવમાં આવી છે. પણ આ શાળા ખંડેર બની ગઈ છે. આ કહેવાનું કારણ એ છે કે, છેલ્લાં બે વર્ષથી દેરીયાસણ ગામની પ્રાથમિક શાળામાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી. ગમે ત્યારે છત ઉપરથી સ્લેબના પોપડા પડે છે.

કેટલાક વર્ગ ખંડમાં તો છત જ નથી. બે માળની શાળા બનાવામાં આવી છે. તેમાં ઉપરના માળે બનાવેલા તમામ રૂમ જર્જરિત થઈ ગયા છે. આમ તો આખી શાળા જ જર્જરિત છે. પરંતુ શાળાના શિક્ષકો પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે ના છૂટકે બાળકોને શાળામાં નીચેના માળના ઓરડાઓમાં અભ્યાસ કરાવવો પડી રહ્યો છે.

સરકાર દ્વારા ઘણી યોજનાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં આવી ઘણી શાળાઓ આવેલી છે કે, જેમાં સરકારની કોઈ યોજનાનો અમલ ન થયો હોય. આ શાળામાં 14 ઓરડાંઓ આવેલા છે. તેમાંથી આઠ ઓરડાં જર્જરિત છે. ઓછાં ઓરડાં હોવાના કારણે બાળકોને મધ્યાહન ભોજનના હોલમાં અને બાલકનીના શેડની નીચે બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે.

છેલ્લા બે વર્ષથી કુંભકરણની નિંદ્રામાં પોઢેલું પ્રશાસન હવે જાગ્યું છે અને તંત્ર દ્વારા શાળાના આચાર્યએ શાળા બાબતે કરેલી અરજીનો તાત્કાલિક નિકાલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કેટલા સમયમાં બાળકોને અભ્યાસ કરવા માટે સારા વર્ગખંડ મળે છે.

આ શાળા બાબતે ગામ લોકોએ કહ્યું કે, શાળાનો ઉપરનો માળ સાવ જર્જરિત છે. એટલે બાળકોને ન છુટકે નીચે બેસાડવા પડે છે. થોડો વરસાદ આવે એટલે બાળકોને ઘરે મોકલી દેવા પડે છે. અમે ત્રણ-ચાર વખત આ બાબતે ફરિયાદ કરી છે અને અમારી બે વર્ષથી ઝુંબેશ ચાલે છે. પણ કોઈ સાંભળતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp