અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના કારણે શાળાને લાગ્યું તાળું

PC: Youtube.com

સર્વ શિક્ષા અભિયાનના ધજાગરા ઉડ્યા છે કારણકે અસામાજિક તત્ત્વોએ શાળા પર કબજો કરતા સાબરમતીની એક શાળા બંધ કરવામાં આવી હતી. શાળા બંધ થતા વિદ્યાર્થીઓને LC આપવામાં આવ્યા હતા. આ LCમાં શાળા બંધ થવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. આ કારણ અસામાજિક તત્ત્વોના ત્રાસનું હતું. શાળા બંધ થવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય બની ગયા છે. આ બાબતે વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાના સાબરમતી વિસ્તારમાં આવેલી નવનિર્માણ સ્કૂલ 3 મહિનાથી બંધ કરવામાં આવી છે. આ શાળા અચાનક બંધ થવાના કારણે અનેક તર્ક વિતર્કો સામે આવ્યા હતા. પરંતુ જ્યારે શાળા દ્વારા બાળકોને LC આપવવામાં આવ્યા હતા તેમાં શાળા બંધ કરવાનું કારણમાં અસામાજિક તત્ત્વો દ્વારા સ્કૂલ પર કબજો જમાવ્યો હોવાના કારણે સ્કૂલ બંધ કરવાના આવી છે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

એક તરફ સરકાર સર્વ શિક્ષાની વાત કરે છે. એક તરફ સુરક્ષાની વાત છે પણ આ તે કેવી સુરક્ષા કે આસમાજીક તત્ત્વોના કારણે શાળા બંધ કરવા આવી અને શાળામાં ભણતા બાળકોના ભાવિ અંધકારમાં મૂકાઈ ગયા. વાલીઓ દ્વારા DEOમા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. શાળા અચાનક બંધ કરવાનું કારણ જાણવા માટે RTI કરવામાં આવી છે પણ DEO કે RTIના કોઈ પણ જવાબ વાલીઓને મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp