ધો.9, 10, 11 (Sci.) અને સા. પ્રવાહની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરાયો, જુઓ શું

PC: khabarchhe.com

કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ ઘટાડી શકાય એ માટે રાજ્ય સરકાર તરફથી વર્ષ 2020-21 માટે ધો. 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધો.9, 10 અને 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં તથા ધો.12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20%થી વધારીને 30% કરી દેવામાં આવ્યું છે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો એટલે કે OMR પદ્ધતિ તથા 50 ટકા વર્ણનાત્મક સવાલ યથાવત રહેશે. આ વર્ષે ધો. 9, 10, 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ધો.12 સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70 ટકા કરી દેવામાં આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. જ્યારે 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. આ ઉપરાંત ધો.9થી 12ના પ્રશ્નપત્રમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નમાં ઈન્ટરનલ વિકલ્પના બદલે જનરલ વિકલ્પ આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ તરફથી ધો.10 અને 12ના વિષયના સુધારેલા અભ્યાસક્રમ અનુસાર પ્રકરણ દીઠ ગણભાર, પ્રશ્નપત્રનું માળખુ તથા પરિરૂપની વિગત તથા ધો. 9અને 11ના વિષયનો સુધારેલો અભ્યાસક્રમ તેમજ પ્રશ્નપત્રની સમગ્ર વિગત ટૂંક જ સમયમાં જાણ કરાશે.


કોરોના વાયરસને કારણે શિક્ષણને માઠી અસર થઈ છે. સરકારે અગાઉ કોર્ષ ઘટાડવા માટેની પણ જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે પ્રશ્નપત્રની પદ્ધતિમાં પણ ફેરાફાર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ધો.9થી 12ની શાળાકીય પરીક્ષાઓના પ્રશ્નપત્ર શાખા કક્ષાએ તૈયાર કરવાના રહેશે.પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવેલા ફેરફાર આ વર્ષ પૂરતા જ મર્યાદિત રહેશે. કોરોના વાયરસની વણસતી જતી સ્થિતિને ધ્યાને લઈને આઠ દિવસ પહેલા સરકારે જે શાળા ખોલવાનો નિર્ણય લીધો હતો એ પાછો ખેંચી લેવાયો છે.

આ ઉપરાંત નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. ગુરૂવારે સાંજે સરકારી અધિકારીઓ સાથે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે તે જિલ્લાઓની કોરોના અંગેની સ્થિતિની ઊંડાણપૂર્વક સમિક્ષા કરી હતી. સામે રાજ્યના જુદા જુદા વાલી મંડળોએ તા.23ના શાળા બંધનું એલાન જાહેર કર્યું હતું. આમ સરકારના શૈક્ષણિક વિભાગે શાળા કે કૉલેજ ન ખોલવા અંગે નિર્ણય લીધો છે. માર્ચ મહિનાથી શાળાઓ કૉલેજ બંધ છે. ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. હવે પરીક્ષા પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગના મોટા અધિકારીઓએ આ સ્પષ્ટતા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp