પરીક્ષામાં પાસ કરાવવાના બહાને આ રીતે છોકરીઓનું થઇ રહ્યું હતું શારીરિક શોષણ

PC: gannett.com

હરિયાણાના ફરિદાબાદની એક સરકારી કોલેજમાં સ્ટાફ પર પરીક્ષામાં પાસ કરાવવાના નામે શારીરિક શોષણ કરવાનો એક મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીનીએ સ્ટાફનું નામ લખીને પોતાની આપવીતી આચાર્યને કરતા આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. વિદ્યાર્થીનીએ પોતાના પત્રમાં પ્રોફેસર પર આરોપ  લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીનીએ આ સ્ટાફની વિદ્યાર્થીનીઓ સાથેની કોલ રેકોર્ડીંગ પણ સોંપી હતી જેમાં સ્ટાફ પરીક્ષામાં પાસ કરાવવાના નામે અશ્લીલ માગણી કરતા સાંભળી શકાય છે.

આચાર્યને કરવામાં આવેલી ફરિયાદમાં વિદ્યાર્થીનીએવ કોલેજના ત્રણ લોકો પર વિદ્યાર્થીનીઓની ફંસાવીને તેમનું શારિરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ શારિરીક શોષણ એડમિશનના સમયથી શરૂ થાય છે. આ લોકો એડમિશાન ફોર્મમાંથી નંબર લઇને તેમનો નંબર હાંસલ કરીને પછી વાતચીત આગળ વધારીને તેમને પરીક્ષામાં પાસ કરવાનું પ્રલોભન આપે છે અને તેના બદલામાં શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે છે. ફોન પર અશ્લીલ વાતો કરતા હતા અને સંબંધ બનાવવાં માટે મજબુર કરતા હતા. પત્રમાં વિદ્યાર્થીનીએ કહ્યું છે કે આ ગેંગમાં એક એસોસિએટ પ્રોફેસર, એક જુનિયર લેબ આસિસ્ટન્ટ અને એક પટાવાળો સામેલ છે. આ ગેંગનો માસ્ટરમાઇન્ડ એસોસિએટ પ્રોફેસરને બતાવવામાં આવ્યો છે અને ડીલ જુનિયર લેબ આસિસ્ટન્ટ કરતો હતો.

પોતાની વાત સાબિત કરવા માટે આ વિદ્યાર્થીનીએ એક વીડિયો પણ તૈયાર કર્યો છે જેમાં જુનિયર લેબ આસિસ્ટન્ટ ખુલીને બધી વાતો કરતો સંભળાય છે. જો કે પોલીસને હજી આ મામલે ફરિયાદ કરવામાં આવી નથી. જો આ મામલાની તપાસ કરવામાં આવે તો આ એક મોટું સ્કેન્ડલ હોવાની વાત બહાર આવવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp