ધોરણ 1થી 8નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન

PC: youtube.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે તમામ શાળા અને કોલેજો બંધ કરવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં ફેલાય નહીં, તે માટે તેમને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો. પણ હાલ બીજી લહેર બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવાની શરૂઆત કરી છે. 15 જુલાઈથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને ઓફલાઈન ભણાવવા માટે રાજ્ય સરકારે છૂટ આપી હતી. ત્યારબાદ હવે આજથી રાજ્યમાં ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ રહ્યું છે. ઓફલાઈન શિક્ષણની શરૂઆત થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આગામી દિવસોમાં અન્ય ધોરણો પણ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે તેવું નિવેદન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું હતું. ઓફલાઈન શિક્ષણ શરૂ થતા જ વિદ્યાર્થીઓ પણ ખૂશીથી શાળાએ પહોંચી રહ્યા છે. સરકારના નિયમ અનુસાર 50% ક્ષમતા સાથે શાળાઓમાં ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અમે ગઈ વખતે પહેલા અને બીજા વેવની વચ્ચે તબક્કાવાર અભ્યાસ કરીને, આરોગ્ય વિભાગની સલાહ લઇને, કોર કમિટીમાં ચર્ચા કર્યા પછી અમે નિર્ણય કરીએ છીએ તેના ભાગ રૂપે 15મી જુલાઈથી કોલેજ અને ધોરણ 12નું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું. આજથી 9, 10 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થઇ રહ્યું છે. હું શિક્ષણકાર્યમાં જોડાયેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, આ શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ રહે. હવે પછી આજ પ્રકારે કોર કમિટીમાં ચર્ચા કરીને તબક્કાવાર બાકીના વર્ગોનું શિક્ષણ કાર્ય પણ અને શરૂ કરવાના છીએ.

અમદાવાદના એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે, આજથી ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. તેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે 50% વિદ્યાર્થીઓને બોલાવવામાં છે. એટલે અમારો કાર્યભાર બે ભાગમાં વહેંચાઇ જશે. એટલે એક અઠવાડિયાના 6 પીરીયડ હોય છે, પણ આ સીસ્ટમ અનુસાર અમારે 6 પીરીયડનું કામ 3 પીરીયડમાં કરવાનું રહેશે. હું સરકારનો આભાર પણ માનું છું.

શાળામાં અભ્યાસ કરવામાં માટે આવેલા અમદાવાદના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે લાંબા સમયથી ઓનલાઈન શિક્ષણ મળતું હતું અને ઘણા સમય પછી ઓફલાઈન શિક્ષણ મેળવવાનો મોકો મળ્યો છે. અમે ખૂબ જ આનંદમાં છીએ. ઓફલાઈન શિક્ષણ શરૂ થતા અમે મિત્રો સાથે આટલા લાંબા સમય પછી મળ્યા એટલે અમને ખૂબ સારું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp