ધોરણ 9થી 12ની બીજી પરીક્ષા બાબતે શિક્ષણ વિભાગે કરી મોટી જાહેરાત

PC: dnaindia.com

નવા વર્ષની શરૂઆતથી જ કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. રાજ્યમાં પ્રતિદિન 10 હજાર કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા હોવાના કારણે હાલ ધોરણ 1થી 9ની શાળાઓને બંધ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતા હોવાના કારણે ધોરણ 9થી 12ની શિક્ષણ પદ્ધતિમાં એક વર્ષ માટે ફેરફાર કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 11 સાયન્સની બીજી પરીક્ષા માટે એક નવું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. આ નવા માળખામાં વિદ્યાર્થીઓને સરળતા રહે એટલા માટે હેતુલક્ષી પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્યા પ્રકરણમાં કેટલો ગુણભાર રહેશે તે બાબતે પણ માહિતી બહાર પાડવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, પ્રશ્નપત્રની અંદર 50 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 50માંથી 15 ગુણના 13 પ્રશ્નો જે પૂછવામાં તે હેતુલક્ષી પ્રશ્નો હશે. આ ઉપરાંત 4 ગુણના અતિ ટૂંકા એવા 4 પ્રશ્ન પૂછવામાં આવશે. આ ઉપરાંત 9 ગુણના 3 પ્રશ્નો લાંબા જવાબ આપવામાં પૂછવામાં આવશે અને 5 ગુણનો અન્ય એક પ્રશ્ન વિસ્તુત જવાબવાળો આવશે.

આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના વિષયોના 14 ફોર્મેટ જાહેર કરવામાં આવ્યા છે. આ 14 ફોર્મેટ તાજેતરમાં લેવાયેલા 30% હેતુલક્ષી પ્રશ્નોના નિર્ણય બાદ તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 માટે કુલ 26 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યા હતા અને હવે 14 વિષયોન ફોર્મેટ જાહેર થયા છે. તેથી કુલ 40 જેટલા વિષયોના ફોર્મેટ જાહેર થયા છે.

મહત્ત્વત છે કે, બીજી પરીક્ષા માટે તમામ શાળાઓએ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ગુણભાર અનુસાર પ્રશ્નોપત્ર કાઢવાના રહેશે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ શાળાના સંચાલકોને પણ આ બાબતે પરિપત્ર મોકલીને જાણ કરી દેવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો આ નિર્ણય શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જ અમલી રહેશે. તો બીજી તરફ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 11ના વિષનોના પણ પ્રશ્નપત્રોના ફોર્મેટ ગુણભાર અને પ્રકરણ દીઠ જાહેર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp