ગુજરાતના આ ગામમાં આચાર્ય બાળકોને રજા આપી સરકારી શાળા લગ્ન માટે ભાડે આપે છે

PC: youtube.com

હવે તો રાજ્યની સરકારીનો શાળાનો ઉપયોગ લગ્ન પ્રસંગ માટે પણ કરવામાં આવે છે. શાળામાં લગ્ન પ્રસંગ કરવા માટે શાળાના બાળકોને રજા આપી દેવામાં આવે છે અને શાળામાં વાલી સંમેલનના નામે લગ્ન કરાવવામાં આવે છે. આ પ્રકારનો કિસ્સો ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલી છોટાપુર પ્રાથમિક શાળામાં પ્રકાશમાં આવ્યો છે. છોટાપુર શાળાના આચાર્ય દ્બારા જ શાળાને લગ્ન માટે ભાડે આપવામાં આવી હતી અને મહત્ત્વની વાત એ છે કે, શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી હોવા છતાં પણ બાળકોની ઓનલાઈન હાજરી આચાર્ય આરીફખાન ઘાસુરા દ્વારા પુરવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર આ શાળામાં 500 જેટલા બાળકો આભ્યાસ કરે છે. આ 500 બાળકોને 15 નવેમ્બર શુક્રવારના રોજ શાળાના આચાર્ય દ્વારા રજા આપવામાં આવી હતી. બાળકો શાળામાં ન હોવા છતાં પણ તેમની ઓનલાઈન હાજરી પૂરવામાં આવી હતી. બાળકોને શાળામાંથી રજા આપ્યા પછી શાળામાં લગ્ન પ્રસંગની તૈયારી કરવામાં આવી રહી હતી. આ સમગ્ર મામલે મીડિયાકર્મીઓને જાણ થતા તેઓ શાળા પર પહોંચ્યા હતા ત્યારે આ બબાતે આચાર્યએ મડીયાકર્મીઓને પણ જોઈ લેવાનું કહ્યું હતું અને મીડિયાકર્મીઓની સામે લગ્નનું બોર્ડ તોડી નાંખ્યું હતું.

આ સમગ્ર વાત તાલુકા શિક્ષણ અધિકારીના ધ્યાને આવતા તેમને છોટાપુર પ્રાથમિક શાળાના આચાર્ય આરીફખાન ઘાસુરા પાસેથી બાળકોને શાળામાંથી રજા આપવા બાબતે અને શાળાના મેદાનમાં બાંધવામાં આવેલા ડોમ બાબતે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેથી શાળાના આચાર્ય આરીફખાન ઘાસુરાએ રિપોર્ટ આપીને તેમાં જણાવ્યું હતું કે, શુક્રવાર હોવાના કારણે બાળકો નમાજ અદા કરવા માટે ગયા હતા અને ત્યારબાદ શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp