ગવર્નર આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશમાં આ કામ ગુજરાત મોડલ પર કરવા કહ્યુ

PC: dnaindia.com

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સલાહ આપી છે કે, ગુજરાત મોડલની જેમ ઉત્તર પ્રદેશના આંગણવાડી કેન્દ્રોને વિકસિત કરવામાં આવે. તેમણે કહ્યું કે, આંગણવાડી કેન્દ્ર સુવિધાજનક હોવા જોઈએ, જ્યાં બાળકોની સુવિધા અનુસાર શૌચાલય, પાણી પીવાની પરબ, પ્લેટ મુકવા માટે સ્ટેન્ડ તેમજ ડસ્ટબિન મુકવાનું સ્થાન બાળકોની ઉંચાઈ અનુરૂપ હોવું જોઈએ. રાજ્યપાલે ગુરુવારે મહિલા કલ્યાણ, બાળ વિકાસ તેમજ પુષ્ટાહાર વિભાગની બેઠકમાં આ સલાહ આપી હતી. રાજભવનમાં આયોજિત બેઠકમાં તેમણે કહ્યું કે, આંગણવાડી કેન્દ્રો પર બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવામાં આવે.

તેમણે કહ્યું કે, પૌષ્ટિક આહાર આપતા પહેલા તેની ગુણવત્તાની તપાસ નિશ્ચિતરીતે થવી જોઈએ કે, તેમાં ભરપૂર પોષક તત્વ હાજર હોય. બાળકોને પ્રેરિત કરવા માટે દીવાલો પર તેમની વ્યવસ્થા અનુસાર સુવાક્ય લખવામાં આવે. આંગણવાડી કેન્દ્રોના ભવનોને બહારથી આકર્ષક રંગોમાં રંગવા જોઈએ. અંદરની દીવાલો પર નીચેની તરફથી 3 ફૂટ સુધી કાળો રંગ કરવો જોઈએ, જેથી બાળકોએ કંઈક લખવું હોય કે ચિત્ર બનાવવું હોય તો તેઓ તે કરી શકે. તેમણે કહ્યું કે, 3 ફૂટથી ઉપર દીવાલ પર અલગ-અલગ પ્રકારના પેઈન્ટિંગ કરવા જોઈએ.

રાજ્યપાલે કહ્યું કે, ચિત્રોના માધ્યમથી બાળકો સરળતાથી અને જલ્દી શીખી શકે છે, આ દ્રષ્ટિએ આંગણવાડી કેન્દ્રોની બહારની અને અંદરની દીવાલો પર માનવ ચિત્ર બનાવવામાં આવે તેમજ માનવ અંગોનું વિવરણ પણ લખવામાં આવે. બાળકોને પર્યાવરણની જાણકારી આપવા માટે દીવાલો પર પર્યાવરણ સંબંધી પેઈન્ટિંગ બનાવવા જોઈએ. આ જ રીતે પક્ષીઓ અને શાકભાજીના નામ પણ લખવા જોઈએ. પ્રાથમિક શિક્ષણને પ્રાથમિકતા પર લેવામાં આવે, જેથી પ્રાથમિક શિક્ષા સુદ્રઢ થવા પર જ માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણનું સ્તર ઊંચું થશે.

તેમણે કહ્યું કે, હિન્દી-અંગ્રેજી વર્ણમાલાની સાથે ગણતરીના અંકોને પણ દર્શાવવામાં આવે. બાળકોની જાણકારી હેતુ તેમના પરિવાર સંબંધિત ફેમિલી ટ્રી પણ દીવાલ પર બનાવવામાં આવે, જેમાં તેમના માતા-પિતાની સાથે જ દાદા, દાદી, નાના, નાની વગેરે તમામ લોકોને દર્શાવવામં આવે. એક નિશ્ચિત તારીખ પર આંગણવાડી કેન્દ્રો પર બાળકોનો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવે. આ પ્રવેશ ઉત્સવના અવસર પર ગામના તમામ લોકો, જનપ્રતિનિધિ તેમજ અધિકારી પણ સમ્મિલિત થાય. બેઠકમાં રાજ્યમંત્રી મહિલા કલ્યાણ સ્વાતિ સિંહ અને વિભાગીય અધિકારી હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp