ભારતીય સંસદના ઉચ્ચ સદન રાજ્યસભામાં ઈન્ટર્નશીપ કરવાની તક, મળશે આટલા રૂપિયા

PC: indianexpress.com

સરકારી નોકરી મેળવવાનું સપનું ઘણાં લોકોનું હોય છે. પણ સરકારી વિભાગોમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળી જાય તો તમારા કરિયર માટે પણ ખૂબ સારું રહેશે. ખાસ કરીને ત્યારે જ્યારે તમને દેશની સંસદમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળી રહી હોય.

કેન્દ્ર સરકાર તમારા માટે આ રીતની જ એક સુંદર તક લઈને આવી છે. જેના હેઠળ તમને દેશની સંસદમાં કઈ રીતે કામ થાય છે તે શીખવાનો અવસર મળશે. તે સંસદને નજીકથી જોવાનો અને ત્યાં કામ કરવાની તક મળશે જેને તમે ટીવી પર કે પછી સમાચાર પત્રોમાં જોતા આવ્યા હોય કે પછી તેના વિશે વાંચ્યું હોય.

સામાન્ય નાગરિકને આ તક આપવા માટે ભારતીય સંસદના ઉચ્ચ સદન- રાજ્યસભા(Upper House of Indian Parliament - Rajya Sabha)એ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેના માટે અરજી મગાવવામાં આવી છે. અરજીની પ્રક્રિયા શરૂ પણ છે.

કોણ કરી શકે છે અરજીઃ

આ ઈન્ટર્નશીપ માટે ઉમેદવારની યોગ્યતાની સીમા વધારે રાખવામાં આવી નથી. જો તમે ભારતમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હોઉ તો આના માટે અરજી કરી શકો છો. તમે ભલે કોઈ પણ વિષય કે સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા હોઉ, આ ઈન્ટર્નશીપ માટે યોગ્ય છો.

કઈ રીતે કરશો અરજીઃ

રાજ્યસભા ઈન્ટર્નશીપ 2020 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 નક્કી કરવામાં આવી છે. અરજી ઓફલાઈન માધ્યમે કરવાની રહેશે. તેના માટે તમને અરજી ફોર્મ રાજ્યસભાની વેબસાઈટ પરથી મળી જશે.

અરજી ફોર્મ ભરીને તેને તમારે આપવામાં આવેલા સરનામા કે આ-મેલ આઈડી પર 31 માર્ચ 2020 સુધીમાં મોકલી આપવાનું રહેશે.

સરનામું- એસડી નોટિયાલ, જોઈન્ટ સેક્રેટરી, રાજ્યસભા સેક્રેટેરિયટ, રૂમ નંબર- 517, 5મો માળ, પાર્લિયામેન્ટ હાઉસ એનેક્સ, નવી દિલ્હી- 110001

ઈમેલ આઈડી- [email protected]

ક્યારે થશે ઈન્ટર્નશીપઃ

આ ઈન્ટર્નશીપ ઉનાળા વેકેશન દરમિયાન થશે. જે બે મહિનાની રહેશે. ઈન્ટર્નશીપ કરનારા દરેક વિદ્યાર્થીને સ્ટાઈપેંડના રૂપમાં 10,000 રૂપિયા આપવામાં આવશે. ઈન્ટર્નશીપ પૂરી થયા બાદ તમને ભારત સરકાર તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp