દિવાલ પર LED ટીવી અને મોડ્યૂલર કિચન, આ ખાનગી સ્કૂલ નહિ બલ્કે આંગણવાડી કેન્દ્ર છે

PC: news18.com

મોટા મોટા અને જાણીતા પ્લે સ્કૂલોને જોઈ ગ્રામીણ ક્ષેત્રોના ગરીબ બાળકોને પણ આ રીતની પ્લે સ્કૂલમાં ભણવાની ઈચ્છા થતી રહે છે. પણ તેઓ પૈસાના અભાવને કારણે એવું કરી શકતા નથી. પણ તેમની આ ઈચ્છાને હવે સરકાર પૂરુ કરતી જોવા મળી રહી છે. સરકારે પટના જિલ્લાના બાઢ અને અથમલગોલા મોડલ આંગણવાડી તરીકે પાંચ કેન્દ્રોને અપગ્રેડ કર્યા છે. તેમને એટલું સુંદર લુક આપવામાં આવ્યું છે કે તમને લાગશે પણ નહીં કે આ સરકારી સંસ્થા છે. આવનારા દિવસોમાં સરકાર આ રીતના જ કેન્દ્રોને પ્લે સ્કૂલ તરીકે ડેવલપ કરવાની યોજના બનાવી રહી છે.

આધુનિયા બન્યું આંગણવાડી કેન્દ્ર

આ આંગણવાડી કેન્દ્રોને બાળકોના આકર્ષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. દિવાલો પર ચિત્રકારી અને જ્ઞાનલક્ષી વાતો દેખાડવામાં આવી છે. સાથે જ બાળકોને ગરમ શુદ્ધ અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવા માટે આ કેન્દ્રોમાં કિચનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યાં ચાર્ટના હિસાબે બાળકો માટે ભોજન બનાવવામાં આવશે. આ ઉપરાંત પ્લે સ્ટોરની જેમ જ બાળકો માટે રમવાના સાધનોની પણ વ્યવસ્થા છે. જેમાં રમકડા અને હીંચકા સામેલ છે. સરકારની કોશિશ છે કે આ કેન્દ્રો પર વંચિત રહેલા બાળકોને એ રીતે તૈયાર કરવામાં આવે  જ્યાં બાળકોના શિક્ષાનો પહેલો પાયો આધુનિક સંસાધનો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે, જે સામાન્ય બાળકોને મળે છે.

વિસ્તારના બાળ વિકાસ પરિયોજના પદાધિકારી પ્રીતિ પટેલે જણાવ્યું કે, બાઢ અને અથમલગોલામાં પાંચ કેન્દ્રોને આધુનિક કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. દરેક કેન્દ્રને મોડલ તરીકે જેપલપ કરવા માટે સરકારે 2-2 લાખ રૂપિયાની રકમ ફાળવી છે. તેમણે જણાવ્યું કે, સરકારનો ઉદ્દેશ છે કે, જે ગરીબ અને વંચિત બાળકો છે તેમને તે દરેક સુવિધા આપવામાં આવે જે સામાન્ય બાળકોને મળે છે. તેમણે જાણાવ્યું કે જિલ્લાધિકારી પોતે આ વાતને લઇ ગંભીર છે અને તેઓ ઈચ્છે છે કે ગરીબ બાળકોને સરકારી આ યોજનાનો પૂરો લાભ મળે.

મોડલ આંગણવાડી કેન્દ્રની તસવીરો બિહાર સરકારના મંત્રી સંજય ઝા અને પટનાના જિલ્લાધિકારી કુમાર રવિએ ટ્વીટ કરી છે. તેમણે લખ્યું કે આ કોઇ પ્લે સ્કૂલ નથી પણ આંગણવાડી કેન્દ્ર છે. આ મોડલ કેન્દ્ર ખોલવાની રાહ બાળકોની સાથે સૌ કોઈને છે. કોરોના વાયરસના કારણે હાલમાં બધા કેન્દ્રો બંધ છે અને અમે તેની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કેન્દ્ર ખુલે અને બાળકો તેનો લાભ લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp