‘કૈસે પઢેગા ઈન્ડિયા’ ગ્રામીણ ગુજરાતના 90% વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવાના ફાંફા

PC: mediaindia.eu

જાણીને નવાઈ લાગશે પણ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક સ્તરને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે જે ખરેખર ચિંતાજનક છે. ધ એન્યૂલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ઘોરણ-2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાંથી 90 ટકા સ્ટુડન્ટ્સ પોતાના પાઠ્યપુસ્તક જ નથી વાંચી શકતા. તેમજ એએસઈઆર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા સરકારી સ્કૂલો સિવાય પ્રાઈવેટ સ્કૂલોને પણ લાગૂ પડે છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે 13 ટકા એવા વિદ્યાર્થીઓ છે જે વાંચી પણ નથી શકતા તેમજ 97 ટકા વિદ્યાર્થીનીઓને એક શબ્દ પણ વાંચતા નથી આવડતો.

તેમજ રિપોર્ટ અનુસાર, ધોરણ-7 પાસ કરીને અત્યારે ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીમાંથી 56 ટકા એવા વિદ્યાર્થીનીઓ છે જેમને ગણિત નથી આવડતુ. જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓને વાંચવામાં પણ સમસ્યા થઈ રહી છે. એક અહેવાલ મુજબ ધ એન્યૂઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન વર્ષ 2012થી 2018 દરમિયાન સર્વે કર્યો હતો જેમાં 779 ગામના 15 હજાર બાળકો સાથે કરવામાં આવ્યો હતો.

સૌથી મહત્વની બાબત એ છે કે શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ગુજરાત સરકારે બીજી સ્કૂલો સાથે મર્જ કરવાની પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીનીઓ અધવચ્ચે જ ભણવાનું છોડી દેતી હોય છે. તેમજ વર્ષ 2016માં 23.5 ટકા વિદ્યાર્થીનઓએ અધવચ્ચે ભણવાનું છોડી દીધું હતુ. જ્યારે 2018માં ટ્રોપ આઉટની સંખ્યા વધીને 25 ટકા થઈ ગઈ છે. આમ દર વર્ષે વિદ્યાર્થીનીઓના ડ્રોપ આઉટની સંખ્યા વધતી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp