21 સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું રહેશે નહીં: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

PC: twitter.com/imBhupendrasinh

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટે અને નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્યનું સમગ્ર વહિવટી તંત્ર ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યું છે. રાજ્યના વિદ્યાર્થીઓને પણ સંક્રમિત થતા અટકાવવા માટે કેંદ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આગામી 21મી સપ્ટેમ્બરથી મરજિયાત ધોરણે શાળાએ માર્ગદર્શન માટે જવા માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે પણે વિદ્યાર્થીઓના હિતમાં શાળાએ માર્ગદર્શન માટે ન જવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘હોમ-લર્નીગ’ તથા ‘ઓનલાઈન’ શિક્ષણ કાર્ય જે ચાલુ છે તે યથાવત રહેશે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને આ વિદ્યાર્થી હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે તા.21, સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું રહેશે નહીં.

આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી SOP અનુસાર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ માટે માતા-પિતાની લેખિત સંમતિ સાથે શાળાએ જઈ શકશે. આ કેન્દ્રની SOPનો અમલ કરવો રાજ્યો માટે મરજિયાત છે તથા રાજ્ય સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ આ કેન્દ્રની SOPની અમલવારીનો નિર્ણય કરવાનો રહેશે તેમ પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવાયું છે.

આવા સંજોગોમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભૌતિક રીતે ભેગા થવાથી સંક્રમણનો ભય રહેતો હોઈ અભ્યાસના માર્ગદર્શન માટે શાળાએ જવાનું હિતાવહ રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp