શું આમ સુધરશે ભણતરની સ્થિતિ? શિક્ષણ વિભાગનો ફરી એક નવતર પ્રયોગ

PC: dnaindia.com

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ સ્તર સુધારવા માટે વિવિધ પ્રયોગો કરવામાં આવે છે. ત્યારે આ વખતે ફરી એક નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની સાપ્તાહિક એકમ કસોટી લેવામાં આવશે.

નેશનલ એસેસમેન્ટ સર્વેમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં પાછળ રહે છે. તેથી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધરે તે હેતુથી સરકારે આ પગલુ ભર્યું છે. આગામી 22 ડિસેમ્બરથી આ સાપ્તાહિક કસોટીનો પ્રારંભ કરાવવામાં આવશે. આ એકમ કસોટીમાં રાજ્યના 38 લાખથી વધારે વિદ્યાર્થીઓને આવરી લેવાશે.

રાજ્ય સરકાર હસ્તકની તેમજ કોર્પોરેશન સંચાલિત સરકારી સ્કૂલોમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની દર શનિવારના દિવસે જુદા જુદા વિષયની કસોટી સેવામાં આવશે. જેમાં દર સપ્તાહે ગુજરાતી,અંગ્રેજી ,હિન્દી,ગણિત, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાંથી કોઈ એક વિષયની કસોટી લેવામાં આવશે.

આ માટે કસોટી પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવી છે જેનુ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિમોચન કર્યુ હતુ. આ પ્રોજેક્ટ માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઓ અને 3200 સીઆરસી તથા 200 થી વધારે બીઆરસી અને કાળવણી નિરીક્ષકોને સૂચના આપવામાં આવી છે. સરકારી શાળાઓના 1.95 લાખ શિક્ષકોએ આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાઓના કસોટી લઈને વિદ્યાર્થીઓનુ સાપ્તાહિક મૂલ્યાંકન કરવાનુ રહેશે.

આવી જ રીતે સરકાર નવા નિયમો લાવે છે પરંતુ એનો અમલ થાય છે કે નહી તેના પર ધ્યાન આપવામાં આવતુ નથી.

  • થોડા સમય પહેલા નિયમ લાવવામાં આવ્યો હતો કે બાળકોના સ્કૂલ બેગનુ વજન ધોરણ 1 થી 7 મા 1.5 થી 4 કિલો સુધી અને ધોરણ 8 થી 10ના બાળકો માટે 4 થી 5 કિલો સુધીનું જ હોવુ જોઈએ. પરંતુ આજે મોટાભાગની શાળાઓમાં આ નિયમનુ પાલન થતુ નથી.
  • તો નિયમ લાવવામાં આવ્યો કે વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરી ઓનલાઈ પુરવામાં આવશે. તો થોડા દિવસ પહેલા જ બહાર આવી ચૂક્યુ છે કે સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં શિક્ષકો હાજરી પૂરવા માટે 3 કિલોમીટર જેટલા દૂર આવેલા ડુંગર પર જાય છે કેમ કે શાળામાં ઈન્ટરનેટનુ નેટવર્ક મળતુ નથી.

  • આ સિવાય પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં શિક્ષકો તો છોડો ઘણા વિદ્યાર્થીઓ પણ મોબાઈલ લઈ જાય છે અને ક્લાસરુમમાં ઉપયોગ કરે છે.

આમ આવા અનેક નિયમો લાવવામાં આવ્યા પરંતુ તેના પર યોગ્ય અમલ ન કરવામાં આવતો હોવાથી શિક્ષણની સ્થિતિમાં કોઈ સુધારો આવતો નથી. ત્યારે જોવાનુ રહેશે કે સરકારનો આ નવો નિયમ કેટલો અસરકારક નીવડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp