ગુજરાતમાં કોલેજમાં ભણવા સાથે નોકરીની જર્મની જેવી સિસ્ટમ લાવવા સરકારની તૈયારી

PC: khabarchhe.com

ગુજરાતની શિક્ષણ પ્રણાલિકાઓ બદલાતી રહી છે. પહેલાં શિક્ષણ પછી નોકરીનો કન્સેપ્ટ હતો, ત્યારપછી શિક્ષણ સાથે સ્કીલ ડેવલપમેન્ટનો કન્સેપ્ટ આવ્યો છે અને હવે શિક્ષણ સાથે નોકરીનો વિદેશી કન્સેપ્ટ ગુજરાત સરકારે સ્વિકાર્યો છે. એટલે કે હવે ગુજરાતમાં પણ ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે નોકરી કરી શકશે. વિદેશોમાં આવી સિસ્ટમ ડેવલપ થયેલી છે અને હવે ગુજરાતમાં પણ આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે.

ભારતમાં બેરોજગારી અને પ્રતિભાઓની કમી હોવાની ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત જર્મનીની બેવડી શિક્ષણ પ્રણાલીને આવકારવા સજ્જ થયું છે. આ મોડલ ગુજરાતમાં જો કામ કરી ગયું તો સરકારનો સ્કીલ ડેવલપમેન્ટનો જે ગોલ છે તે સિદ્ધ થઇ શકશે અને શિક્ષિત બેકારોને કામ મળશે. રાજ્યની કોલેજો કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કાયદેસર રીતે ભણતા ભણતા કામ કરી શકશે તેવી પરમિશન જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા આપવામાં આવશે.

જર્મનીમાં જે વિદ્યાર્થીઓ તેમની સ્કૂલ શિક્ષણ પૂર્ણ કરે છે તેમને ત્રણ વર્ષમાં વ્યવસાયિક વિદ્યાલયોમાં મોકલવામાં આવે છે જ્યાં તેઓ નોકરીની સાથે સાથે શિક્ષણ પણ પ્રાપ્ત કરે છે અને તેમને ન્યૂનતમ વેતન પણ આપવામાં આવે છેએટલે કે ભણતાં ભણતાં વિદ્યાર્થી કમાઇ પણ શકે છે.

 શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં આ પ્રયોગ લાગુ કરવાની સરકારની વિચારણા છે. હાલ આ પ્રયોગ અંગે બનાવેલી સમિતિ રિપોર્ટ બનાવી રહી છે. આવી શિક્ષણ પ્રણાલી માત્ર જર્મનીમાં નથી પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં ઉપલબ્ધ છે. યુરોપિય સંઘમાં બેવડી શિક્ષણ પ્રણાલીએ સ્થાન લેતાં જે તે દેશનો બેરોજગારી દર ઘટ્યો છે. આવી પદ્ધતિ ચીનઇન્ડોનેશિયાકોલંબિયાઇક્વાડોર અને પેરૂમાં જોવા મળી છે. ગુજરાતમાં રિપોર્ટ તૈયાર થયા પછી પ્રાયોગિક ધોરણે શિક્ષણ સાથે નોકરીનો પ્રયોગ શરૂ કરાશે.

 ઉમેદવાર 350થી વધુ વ્યવહારિક વ્યવસાયોની સૂચિમાંથી કોઇપણ એકને પસંદ કરી શકે છે. શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું કે એક વિશિષ્ટ વ્યવસ્થામાં સપ્તાહના ત્રણ દિવસ વ્યવસાયમાં અને બે દિવસ સ્થાનિક વાણિજ્ય ક્ષેત્રમાં અથવા તો સૈદ્ધાંતિક શિક્ષણ માટે કોલેજમાં વિતાવવાના હોય છે.

 પાઠ્યક્રમ જર્મનીનો અધિકૃત છે તેથી કોલેજના શિક્ષણમાં ઉપસ્થિતિ તેમજ કામ કરવાનું છે તે કંપનીમાં જગ્યાની કોઇ સમસ્યા ઉભી થશે નહીં. પાઠ્યક્રમ સમાપ્તિ તેમજ બે પરીક્ષાઓ પછી વિદ્યાર્થીઓને વાણિજ્યની ચેમ્બર દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.

 નાસકોમ-મેકકિન્સીના રિપોર્ટ પ્રમાણે ભારતમાં માત્ર 26 ટકા એન્જીનિયરીગ ક્ષેત્રના ગ્રેજ્યુએટ જ નોકરી અથવા રોજગાર માટે યોગ્ય છે. 50 ટકા વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં નિષ્ફળતા મેળવે છેકારણ કે તેઓ તેમના સૈદ્ધાંતિક અને વૈચારિક જ્ઞાનમાં ઘણાં કમજોર હોય છે.

 રિપોર્ટમાં જે સૂચનો કરવામાં આવ્યા છે તેમાં ઉદ્યોગના ઇનપુટ સાથે પાઠ્યક્રમને સમૃદ્ધ બનાવવામાં આવેયુનિવર્સિટીમાં કેરિયર કાઉન્સિલિંગ કરવામાં આવેઉદ્યોગના ઇન્ટરફેસના અવસરો પેદા કરવામાં આવેઓનલાઇન શિક્ષણને વધારે મજબૂત બનાવવામાં આવે તેમજ કૌશલ્ય નિર્માણની પદ્ધતિને અપગ્રેડ કરવામાં આવે. જો આટલો બદલાવ લાવવામાં આવે તો બેરોજગારીની સમસ્યાથી દેશ કે રાજ્ય બહાર આવી શકે છે.

 
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp