26th January selfie contest

ગુજરાત હવે અભણ બની રહ્યું છે, 22 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત પછાત રાજ્ય બન્યું

PC: khabarchhe.com

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (NIEPA)ના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 7 વર્ષમાં ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં દેશમાં ગુજરાતનો હિસ્સો 22.40 ટકા ઘટી ગયો છે પણ ખાનગી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો 20.20 ટકા વધી ગયો છે પણ તેમાં 54 ટકા બેઠક ખાલી રહે છે. ગુજરાતના યુવાનો હવે કોલેજોમાં ભણવા જતા નથી. ભાજપના 22 વર્ષના શાસનમાં ગુજરાત હવે ઉચ્ચ શિક્ષણમાં પછાત રાજ્ય બની ગયું છે, જે ગુજરાતને ફરી એક વખત ઊંડી ખીણમાં ધકેલી શકે છે.

2011મા ગુજરાતમાં સરકારી અને ખાનગી બંને મળી કુલ 1664 ઉચ્ચતર શિક્ષણ આપતી સંસ્થાઓ હતી. 2016-17મા વધીને 2003 થઈ ગઈ હતી. આ કોલેજોમાં 66 ટકા તો ખાનગી હતી, જે ઊંચી ફી લઈને ભણાવતી હતી. ટેક્નિકલ શિક્ષણ આપતી સંસ્થાઓ બંધ પડી રહી છે કે હવે તેમાં કોઈ ભણવા જતું નથી. 2018મા એન્જિનિયરિંગ અને ટેક્નિકલ અભ્યાયક્રમમાં 54 ટકા બેઠકો ખાલી રહી હતી, જેની પાછળનું કારણ સરકારની નાણાકીય સહાયથી ચાલતી શાળા-કોલેજોની સંખ્યામાં ઘટાડો, મોંઘા શિક્ષણ અને બદલાતા શૈક્ષણિક પ્રવાહો છે.

હાયર અને ટેક્નિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા વિજ્ઞાન અને આર્ટસ કોલેજ ઊભી કરી રહી છે. ગુજરાતમાં 1 લાખ યુવાનો માટે માત્ર 30.5 ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ છે. જે ગુજરાતની કુલ વસતી પ્રમાણે 5.09 ટકા જ છે. તેની સીધો મતલબ કે ગુજરાતની માત્ર 5 ટકા પ્રજા કોલેજ પૂરી કરે છે. દેશમાં ગુજરાત હવે 16મા નંબર પર આવીને ઊભું છે. ગુજરાત ઉચ્ચ શિક્ષણ માટે હવે પછાત રાજ્ય બની ગયું છે.

તેલંગણા જેવા નવા રાજ્યમાં દર 1 લાખ યુવાન દીઠ 565 ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા છે. જેની પાસે ભાજપનું 22 વર્ષનું શાસન સાવ વામણું લાગી રહ્યું છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ ટેક્નિકલ અભ્યાસમાં 54 ટકા બેઠકો ખાલી રહે છે. લોકો હવે ઉચ્ચ ભણવાનું પસંદ કરતાં નથી. જે ભણે છે તે મોટા ભાગે 70 ટકા યુવાનો આર્ટસ અને કોમર્સ કોલેજમાં ભણે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp