હવે કોંગ્રેસ શાસિત રાજસ્થાનની સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવાશે 'બાલાકોટ એરસ્ટ્રાઈક'

PC: indiatoday.com

કોંગ્રેસ નેતાઓ જ્યાં બાલાકોટ એર સ્ટ્રાઈકની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યાં રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે નિયંત્રણ રેખા પર આતંકી શિબિરો પર ભારતીય વાયુસેનાના ફાયટર પ્લેનો દ્વારા કરવામાં આવેલા હુમલાની વાર્તાને સ્કૂલના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકમાં માત્ર વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીના જ વખાણ નથી, પરંતુ સાથે જ તેમાં કેન્દ્રીય ખેલ તેમજ સૂચના-પ્રસાણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડનો પણ ઉલ્લેખ છે, જે જયપુર ગ્રામીણ લોકસભા સીટ પરથી BJP ઉમેદવાર છે.

રાઠોડે 2004ના સમર ઓલમ્પિક્સમાં મેન્સ ડબલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. નવમા ધોરણના પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રીય સુરક્ષા અને બહાદુરીની પરંપરા નામનો એક અધ્યાય જોડવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને વીર યોદ્ધાઓની વાર્તાઓ ભણાવવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદને પોતાનું શરૂઆતી શિક્ષણ જોધપુરથી પૂર્ણ કર્યું છે.

નવા પાઠ્યપુસ્તક વિશે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષા મંત્રી ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું હતું કે, અમે શિક્ષાની સાથે રાજકારણ નથી કરતા. અમે સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં યોદ્ધાઓની સ્ટોરીઓ સામેલ કરવાનો અમારો વાયદો પૂરો કર્યો છે, જેથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળી શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp