ગુજરાતમાં કોરોનાના કેસ વધતા 23 નવેમ્બરે શાળા-કોલેજો ખોલવા અંગે નવો નિર્ણય લેવાયો

PC: newindianexpress.com

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. દિવાળીમાં સરકાર દ્વારા લોકોને વધારે છૂટછાટ આપવામાં આવી હોવાના કારણે શહેરની બજારોમાં લોકોની ભીડ વધારે જોવા મળી હતી અને ખરીદી કરતા સમયે લોકો નિયમોનો ભંગ કરતા પણ જોવા મળ્યા હતા. રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસ કાબુમાં આવે એટલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ કોરોનાનો કહેર ગુજરાતમાં વધતા રાજ્ય સરકાર દ્વારા શાળા શરૂ કરવાના નિર્ણયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર 19 નવેમ્બરના રોજ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શાળા શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શિક્ષણમંત્રીની પ્રેસ કોન્ફરન્સ પછી અમદાવાદમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ 23 નવેમ્બરના રોજ રાજ્યમાં શાળા અને કોલેજો ખોલવાનો નિર્ણય પણ મોકૂફ રાખવા આવ્યો છે. મહત્ત્ત્વની વાત છે કે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં શાળા શરૂ કરવા બાબતેનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે જ વાલીઓનો વિરોધ સામે આવ્યો હતો. વાલીઓની સાથે-સાથે ડોક્ટરોએ પણ રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે શાળા શરૂ ન કરવાનું નિવેદન સરકાર સમક્ષ કર્યું હતું અને અંતે કોરોનાના કેસમાં વધારો થવાના કારણે સરકારને શાળા શરૂ કરવા બબાતેનો નિર્ણય બદલવો પડ્યો.

ઉલ્લેખનીય છે કે, ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને શાળા ખોલવાના નિર્ણયને લઇને કેટલીક માંગણી પણ કરવામાં આવી હતી. જેમાં શાળાની બહાર એક કોવિડ ટેસ્ટ સેન્ટર ઉભું કરવામાં આવે. જિલ્લા અને શહેરમાં વિદ્યાર્થીઓ માટે એક કોવિડ સેન્ટરની સુવિધા કરવામાં આવે. શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને અન્ય સ્ટાફનો RT-PCR ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ DEOને રજૂ કરવામાં આવે અને શાળામાં અભ્યાસ કરતા સમયે જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો વિદ્યાર્થીની સારવારનો તમામ ખર્ચ શાળાના સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવે. વાલી મંડળની માગણી પછી રાજ્ય સરકારે રાજ્યમાં કોરોનાનો કહેર વધતા 23 નવેમ્બરના રોજ શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp