શિક્ષકે વટાવી હદ, લેશન ન લાવેલા વિદ્યાર્થીઓને પહેરાવી બંગડી

PC: youtube.com

શાળામાં વિદ્યાર્થીઓ લેશન ન લઇ જાય તો શિક્ષક દ્વારા તેને અલગ અલગ પ્રકારની સજા કરવામાં આવે છે. કેટલીક શાળામાં વિદ્યાર્થીઓને અંગૂઠા પકડાવવામાં આવે છે. તો કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉઠક બેઠક કરાવવામાં આવે છે અથવા બેન્ચ પર ઊભા રાખવામાં આવે છે. પરંતુ એક સરકારી શાળાના શિક્ષકે લેશન કરીને ન લાવેલા વિધાર્થીઓને સજારૂપે હાથમાં બંગડી પહેરાવી હતી. જેના કારણે મામલો શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શિક્ષકની બદલી કરવાની માગ કરવામાં આવી હતી.

એક રીપોર્ટ અનુસાર, મહેસાણાના ખેરાલુમાં રેલવે સ્ટેશન નજીક આવેલી નગર પ્રાથમિક શાળા નંબર-3માં ફરજ બજાવતા શિક્ષક મનુભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને આપવામાં આવેલું હોમવર્ક તપાસવામાં આવ્યું હતું. જે દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ લેશન કરીને લાવ્યા ન હતા. જેના કારણે ગુસ્સે ભરાયેલા શિક્ષક મનુભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને અલગ જ પ્રકારની સજા ફટકારવામાં આવી હતી. શિક્ષકે ક્લાસ રૂમમાં રહેલી વિદ્યાર્થીનીઓની બંગડી ઉતરાવીને લેશન ન લાવેલા વિદ્યાથીઓને તે બંગડી પહેરાવી હતી. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ ઘરે જઈને તેમના વાલીઓને આ બાબતે ફરિયાદ કરી હતી.

શિક્ષકની આ પ્રકારની સજાના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા વાલીઓ સમગ્ર મામલે ફરિયાદ કરવા માટે શિક્ષણ અધિકારીની કચેરી પર પહોંચ્યા હતા, સમગ્ર મામલે શિક્ષણ અધિકારી કલ્પનાબેન ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદનો લેવામાં આવશે અને શિક્ષક મનુભાઈ પ્રજાપતિએ કરેલા કારનામાંનો એક રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રીપોર્ટને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મોકલવામાં આવશે. જોકે, આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શિક્ષકની બદલીની માગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp