ઉનામાં ટ્યુશન ટીચરને કારણે 11 વર્ષનો બાળક કોરોના પોઝિટિવ, પ્રતિબંધ છતા ભણાવતી

PC: dainikbhaskar.com

ગુજરાતમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધ્યું હોવા છતાં પણ કેટલાક લોકો બેદરકારી દાખવી રહ્યા છે અને અમૂક લોકોની બેદરકારીને કારણે અન્ય શહેરીજનોને પણ કોરોનાનો ભોગ બનવું પડે છે. આવી જ એક બેદરકારીનો કિસ્સો ઉનામાં સામે આવ્યો છે. ઉનામાં 11 વર્ષના બાળકને તેના શિક્ષકન કારણે કોરોનાનો ચેપ લાગ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો કે, ટ્યુશન ક્લાસ નહીં ખોલવા માટેની સૂચના આપી હોવા છતાં પણ એક મહિલા ટીચર બાળકોને તેના ઘરે બોલાવીને અભ્યાસ કરાવતી હતી. આ સમાગ્ર મામલે જ્યારે પોલીસની માહિતી મળી ત્યારે પોલીસે મહિલા ટીચરના ઘરે ચાલતા ટ્યુશન ક્લાસને બંધ કરાવીને શિક્ષિકાની સામે ફરિયાદ દાખલ કરી હતી.

રિપોર્ટ અનુસાર ઉનાના આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર મહિલા શિક્ષિકાનો ભાઈ અન્ય શહેરમાંથી તેના ઘરે આવ્યો હતો. જ્યારે ભાઈની તબિયત ખરાબ થઇ હતી. તે સમયે તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગને જાણવા મળ્યું હતું કે, જે ઘરમાં કોરોનાનો દર્દી હતો ત્યાં બાળકોને અભ્યાસ માટે બોલાવવામાં આવતા હતા. તેથી આરોગ્ય વિભાગ દ્વારા મહિલાની ઘરે ભણવા માટે આવતા બાળકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાં એક 11 વર્ષના બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના માતા-પિતા અને અન્ય પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બાળકના તમામ પરિવારના સભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

શિક્ષણ વિભાગ દ્વારા શાળા કે, કોચિંગ સેન્ટર ખોલવાની મનાઈ કરી હોવા છતાં મહિલા શિક્ષિકા બાળકોને અભ્યાસ કરાવતી હતી અને તેના કારણે એક બાળક કોરોના પોઝિટિવ થતા પોલીસે સમગ્ર મામલે શિક્ષિકાની સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલા દીપ્તિનગરમાં પરિવારના સભ્યનું અવશાન થતા 50 કરતા વધારે લોકો અંતિમવિધિ માટે એકઠા થયા હતા. જો કે, આ 50 લોકોમાંથી 13 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારના રોજ એક 60 વર્ષના વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે દર્દીનું શનિવારે બપોરના સમયે મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp