આગામી 5 વર્ષોમાં ભારતમાં કોઈ નિરક્ષર નહીં રહે: જાવડેકર

PC: indianexpress.com

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે રાજસ્થાનમાં આયોજિત 'શિક્ષોત્સવ'માં આપેલ સ્ટેટમેંટમાં કહ્યું હતું કે આવનાર 5 વર્ષોમાં ભારત 100% સાક્ષરતા હાંસલ કરશે. તેમણે કહ્યું હતું કે આઝાદી બાદ દેશની સાક્ષરતા 18% થી 80% સુધી પહોંચી ગઈ છે અને તે 100% સુધી પહોંચી જશે. તેમણે કહ્યું હતું કે નિરક્ષર રહી ગયેલા પરિવારના સભ્યો માટે બાળકો શિક્ષકોનું કામ કરશે અને તેઓ દેશની સાક્ષરતા વધારવામાં મદદરૂપ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.