સુરતના ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ભારત સરકારનો કૌશલાચાર્ય એવોર્ડ-2020 એનાયત

PC: khabarchhe.com

અદ્યતન એન્જિનિયરીંગ CNC (કોમ્પ્યુટરરાઈઝ ન્યુમેરીકલ કંટ્રોલ) લેબ ડેવલપ કરી અને પોતાના તાલીમાર્થીઓને સુરતથી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી સુરત I.T.I. નું નામ રોશન કરનાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઈશ્વરભાઈ કણઝરીયાને ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા કૌશલાચાર્ય એવોર્ડ-2020 એનાયત કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના,ન્યુ દિલ્હી અંતર્ગત આયોજિત લોન્ગ ટર્મ ટ્રેનિંગ એવોર્ડમાં સ્ટેટ એન્જિનિયરીંગ કેટેગરીમાં ગુજરાતમાં ચાર ઝોનમાંથી 28 ઈઇન્સ્ટ્રક્ટરો પૈકી સુરત I.T.I. ખાતે ફરજ બજાવતા ઈશ્વરભાઈ ગોવિંદભાઈ કણઝરીયાની પસંદગી કરવામાં આવી હતી.

સુરત I.T.I. ખાતે CNC અને VMC સેક્ટરમાં અદ્યતન લેબનું નિર્માણ ઈશ્વરભાઈએ કર્યું છે. આ લેબમાં વિદ્યાર્થીઓને સી.એન.સી.ની તાલીમ આપવામાં આવે છે. જેમાં એન્જિનિયરીંગને લગતા દરેક સ્પેરપાર્ટસનું પ્રોગ્રામિંગ શીખવવામાં આવે છે. લેબમાં અત્યાર સુધીમાં બોટલ ઉપર લેબલ લગાડવા માટેનું જીનેવા મિકેનીઝમ, થ્રી-ડી મોડેલ,મલ્ટી સ્ટાર થ્રી, વુમન ફેસ, યુનિક પઝલ જેવા મોડેલો તૈયાર કરવામાં આવ્યા છે.

આ લેબમાં તાલીમ લીધા બાદ વિદ્યાર્થીઓ મોટી ઈન્ડસ્ટ્રીઝમાં અદ્યતન મશીનોનુ ઉત્પાદન કરવામાં મહત્વનું પ્રદાન કરે છે. લેબમાં 900 જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈને વિવિધ ઔદ્યોગિક એકમોમાં પોતાની રોજગારી મેળવી રહ્યા છે. જે પૈકી એક વિદ્યાર્થી સૈદ્ધાંતિક સાથે પ્રાયોગિક તાલીમ મેળવી વર્લ્ડ સ્કીલ કોમ્પીટીશન માં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતમાંથી પસંદગી પામ્યો છે. જયારે બે વિદ્યાર્થીઓ ટર્નર વિભાગમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાકે આવ્યા છે. લેબમાં તાલીમ લીધા બાદ ઘણા વિદ્યાર્થીઓ યુ.એસ.એ., ઓમાન જેવા દેશોમાં જઈને પોતાની કારકિર્દી બનાવી એક લાખથી લઈને દોઢ લાખ જેટલો પગાર મેળવતા થયા છે.

સંસ્થાના આચાર્ય એચ.એમ.કાકડીયા તેમજ નાયબ નિયામક(તાલીમ) ડી.જે.જોષીએ આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp