શું છે ટીયર-4 વીઝા? જેના લિસ્ટમાં ભારત નહીં પણ ચીન છે UKનું ફેવરિટ

PC: nthnews.net

બ્રિટને પોતાના દેશમાં યુનિવર્સિટીમાં વીઝા અરજીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બનાવેલા એક લિસ્ટમાંથી ભારતીય વિદ્યાર્થીઓનું નામ અલગ કરી દીધું છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે લગભગ 25 દેશોના વિધાર્થીઓ માટે ટીયર-4 વીઝા શ્રેણીમાં સરળતા કરવાની જાહેરાત કરી છે. બ્રિટને આ લિસ્ટમાંથી ભારતને બહાર કર્યું છે અને ચીનને શામેલ કર્યું છે. ચાલો જાણીએ શું છે આખો મામલો અને શું હોય છે ટીયર-4...
આ એક સ્ટુડન્ટ વીઝા હોય છે. જણાવી દઈએ કે વીઝા-4 તેમણે આપવામાં આવે છે જે બ્રિટનમાં અભ્યાસ કરે છે. પહેલાં અમેરિકા, કેનેડા અને ન્યુઝીલેન્ડ જેવા દેશ આ લિસ્ટમાં શામેલ હતા અને હવે ચીન, બેહરીન અને સર્બિયા જેવા દેશોને શામેલ કરવામાં આવ્યા છે.

શું થશે અસર?

ભારતને આ લિસ્ટમાંથી બહાર કર્યા પછી ભારતના વિદ્યાર્થીઓને બ્રિટનની યુનિવર્સિટીમાં એડમિશન માટે શિક્ષણ, ફાયનાન્સ અને અંગ્રેજી ભાષા જેવી બાબતો પર વધુ તપાસમાંથી પસાર થવું પડશે અને વધુ ડોક્યુમેન્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

કોણ કરી શકે છે એપ્લાય?

વીઝા 4 માટે 16 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર એપ્લાય કરી શકે છે. સાથે જ તે એ ઉમેદવારોને આપવામાં આવી શકે છે જેમને બ્રિટનની યુનિવર્સિટી તરફથી કોઈ કોર્ષ માટે ઓફર કરવામાં આવી હોય. ઉમેદવારને અંગ્રેજી બોલવું, લખ્યું અને વાંચવું આવડવું જરૂરી છે.

કયા દેશના લોકો એપ્લાય કરી શકે છે?

આ વીઝા માટે યુરોપિયન ઇકોનોમિક એરિયાના દેશ અને સ્વિત્ઝરલેન્ડ જેવા દેશો એપ્લાય કરી શકે છે.

ક્યારે કરી શકે છે એપ્લાય?

આ વીઝા માટે વિદ્યાર્થીને કોર્ષ શરુ થવાના ત્રણ મહિના પહેલાં એપ્લાય કરવું પડે છે. સાથે જ તમારા વીઝા બાબતે સરકાર તરફથી લગભગ 3 અઠવાડિયામાં નિર્ણય લેવામાં આવે છે.

કેટલી ફી હોય છે?

આ વીઝા માટે એપ્લાય કરવા માટે તમારે બ્રિટન સરકારને 348 યુરો એટલે લગભગ 27,000 હજાર રૂપિયા ચૂકવવાના હોય છે.

ક્યારે જઈ શકાય?

વીઝા-4 મારફતે બ્રિટન જવાવાળા વિદ્યાર્થી કોર્ષ શરુ થવાના એક અઠવાડિયા પહેલાં બ્રિટન આવી શકે છે જો તેમનો કોર્ષ 6 મહિનાથી ઓછા સમયનો હોય અને જો તમનો કોર્ષ 1 વર્ષથી વધુ સમયનો હોય તો તેઓ 1 મહિના પહેલાં જઈ શકે છે.

શું નહીં કરી શકાય?

વીઝા-4 મારફતે બ્રિટન જવાવાળા વિદ્યાર્થી પબ્લિક ફંડ નહીં લઈ શકે અને કોઈ પ્રોફેશનલ જોબ પણ નહીં કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp